જૂનાગઢ લોકસભાની ચૂંટણીને લઈ મતદાન શાંતિપૂર્ણ સંપન્ન કુલ ૫૮.૮૭ ટકા મતદાન ગત ચૂંટણી કરતા ૧.૮૩ ટકા ઓછું મતદાન તા ૧૧ ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ યું હતું. સોમના બેઠકે દર ચૂંટણીની જેમ આ વર્ષે પણ મતદાનમાં મેદાન માર્યું હતું.જોકે માંગરોળ બેઠકમાં ઊંચું અને જૂનાગઢ અને વિસાવદર બેઠકમાં લોકસભાની ચૂંટણી કરતા નીચા મતદાની રાજકીય પક્ષોમાં અવઢવ સર્જાયા છે. જોકે તાલાળા અને ઉના બેઠકમાં યેલ મતદાન હાર જીતમાં મુખ્ય પરિબળ સાબિતાય તેની પણ શક્યતા નકારી શકાતી ની. મતદાન પૂર્ણ તા ચુસ્ત બંદોબસ્ત સો કૃષિ યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ સીસીટીવી કેમેરા ની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. જુનાગઢ લોકસભા બેઠકમાં સૌી વધુ સોમના બેઠક પર ૭૦.૧૬ ટકા જ્યારે સૌી ઓછું વિસાવદર ૪૬.૫૮ ટકા મતદાન યું હતું .આગામી તા. ૪ જૂન ના રોજ મત પેટી ખુલ્યા બાદ પુનરાવર્તન શે કે પરિવર્તન તેનો તાગ મળશે. હવે ૨૮ દિવસ સુધી કોણ જીતશે અને કોણ હારશે તે અંગે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની રહેશે.
ગઈકાલે મતદાન સંપન્ન યા બાદ ભાજપના રાજેશભાઈ ચુડાસમા, કોંગ્રેસના હીરાભાઈ જોટવા સહિત ૧૧ ઉમેદવારોનું ભાવી મત પેટીમાં કેદ યું છે. મતદાન સંપન્ન યા બાદ ઓબ્ઝર્વર અને નોડલ ઓફિસર ની ઉપસ્થિતિમાં કર્મચારીઓ દ્વારા ઇવીએમ ને સીલીંગની કામગીરી કરી હતી. તમામ વિધાનસભા બેઠકના ઇવીએમ મશીન રાખવા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ખાસ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે. આ સ્ટોમ રૂમમાં તમામ વિધાનસભા મક દીઠ અલગ રૂમ ફાળવવામાં આવ્યા છે. જ્યાં સીસીટીવી કેમેરા અને પોલીસ બંદોબસ્ત હેઠળ ઇવીએમની જાળવણી કરવામાં આવશે. હજુ મતગણતરીને ત્રણ સપ્તાહી પણ વધુ સમય હોય રાજકીય પક્ષો દ્વારા ઈવીએમ પર બાદ નજર રખાય તે માટે તૈયારીઓ કરી છે. જૂનાગઢ લોકસભા બેઠકમા પુરુષોની સરખામણીએ મહિલા મતદારો નું પ્રમાણ ૭ ટકા ઓછું રહ્યું હતું. જૂનાગઢમાં તંત્ર દ્વારા મતદાન જાગૃતિના રાસ ગરબા ,મહેંદી, દોડ તા પત્રિકાઓ અને બેનરો છપાવી અનેકવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા પરંતુ જિલ્લ ાના મતદારો નો કંઈક અલગ જ મિજાજ હોય તેમ ગીર સોમના કરતા જૂનાગઢ જિલ્લ ાના મતદારોએ મતદાનમાં નિરસતા દાખવી હતી.
ટ્રાન્સજેન્ડરોનુ ઓછું મતદાન
લોકસભા બેઠકમાં કુલ ૨૫ ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયેલા હતા જે પૈકી ગઈકાલે ટ્રાન્સલેન્ડરોમાં મતદાન અંગે નીરસ્તા જોવા મળી હતી ગઈકાલે મતદાન પૂર્ણ યા બાદ જૂનાગઢમાં ૧૩માંથી ૫, વિસાવદરમાં ત્રણમાંથી બે, સોમનામાં ત્રણમાંથી એક, ઉનામાં ત્રણમાંથી એક એમ મળી ૨૫ માંથી માત્ર ૯ ટ્રાન્સજેન્ડર મતદારોએ મતદાન કર્યું હતું.
સોમનાથમાં ૭૦.૧૬ ટકા, જૂનાગઢમાં ૫૪.૫૦ ટકા મતદાન
જૂનાગઢ લોકસભાની સાત વિધાનસભા બેઠકો પૈકી સૌી વધુ સોમના બેઠક પર ૭૦.૧૬, જૂનાગઢમાં ૫૪.૫૦, વિસાવદર ૪૬.૫૮ ટક્કા, માંગરોળ ૬૨.૯૦, તાલાળા ૬૦.૭, કોડીનાર ૬૦.૭૧, ઉના ૫૮.૧૭ ટકા મતદાન યું હતું. ૧૭,૯૫,૧૧૦ મતદારો પૈકી ૫,૭૪,૫૩૦ પુરુષો, ૪,૮૨,૨૬૪ મહિલા મળી કુલ ૧૦,૫૬,૮૦૩ મતદારોએ મતદાન કર્યું હતું.
પુરુષોની સરખામણીએ ૭.૫૬ ટકા મહિલાનું ઓછું મતદાન
લોકસભા ચૂંટણીમાં ફૂલ મતદારો પૈકી ૯,૧૮,૪૦૨ પુરુષો, ૮,૭૬,૬૮૩ મહિલાઓ મળી ૧૭,૯૫,૦૮૫ મતદારો માંથી ૫,૭૪,૫૩૦ પુરુષો અને ૪,૮૨,૨૬૪ મહિલાઓ મળી ૧૦,૫૬,૭૯૪ મતદારોએ મતદાન કર્યું હતું જેમાં પુરુષો કરતાં ૯૨,૯૬૬ મહિલાઓએ મતદાન ઓછું કર્યું હતું જેી લોકસભા બેઠક પર પુરુષો કરતાં મહિલા મતદારો માં નીરસતા જોવા મળી હતી.
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું ૫૩.૯૩ ટકા મતદાન
જૂનાગઢમાં લોકસભા ચૂંટણી ઉપરાંત માણાવદર બેઠકમાં પક્ષ પલટા બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપમાંથી અરવિંદ લાડાણી અને કોંગ્રેસમાંથી હરિભાઈ કણસાગરા વચ્ચે સીધો જંગ હતો ગઈકાલે યેલા મતદાનમાં વર્ષ ૨૦૨૨ મા યોજાયેલી ચૂંટણી કરતા ૯ ટકા મતદાન ઓછું યું હતું યેલ મતદાન પૈકી માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં ૨,૪૯,૩૪૪ મતદારો પૈકી ૭૭૦૧૪ પુરુષો, ૫૭૪૫૬ ીઓ તા એક અન્ય મળી ૧,૩૪,૪૭૧ મતદારો મતદાન કરતા કુલ ૫૩.૯૩ ટકા મતદાન યું હતું.
કેશોદમાં પણ ૪૭.૩ ટકા મતદાન
પોરબંદર લોકસભા બેઠકના સમાવેશ તી જૂનાગઢ જિલ્લા ની કેશોદ બેઠકમાં પણ નીરસ મતદાન યું હતું કેશોદ માં ૨,૪૮,૫૪૭ મતદારો પૈકી ૬૮૪૭૦ પુરુષો, ૪૮,૪૩૩ મહિલાઓ મળી ૧૧,૬૯,૦૩ મતદારો મળી કુલ ૪૭.૩ ટકા મતદાન યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્ટાઈલ દીવા મલાઈકા પોતાના જ ડ્રેસમાં ફસાઈ
November 08, 2024 12:27 PMરાજકોટમાં તહેવારમાં 108 સતત દોડતી રહી : ઇમરજન્સી કેસમાં 12 ટકાનો વધારો, મારામારીના કેસ થયા ડબલ
November 08, 2024 12:27 PMઅભિષેક બચ્ચન સાથેના અફેરના સમાચાર વચ્ચે નિમરત કૌરએ ખુદ પોતાનું સ્ટેટ્સ જાહેર કર્યું
November 08, 2024 12:24 PMરૂપિયો તળિયે જઈ પટકાયો, ઘટાડાના તમામ રેકોર્ડ તૂટ્યા, ક્રૂડ પણ મોંઘું થશે
November 08, 2024 12:22 PMએલસીડ ઇન્વેસ્ટમેન્ટ્સના શેરની કિંમત વધુ ઉછળી 3 લાખને પાર
November 08, 2024 12:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech