શિયાળાની ઋતુના આગમનની સાથે જ સિઝનલ ફૂડ પણ આવવા લાગ્યા છે. ઘણા લોકો આ સિઝનમાં ગાજર, વટાણા, મૂળા અને મેથી જેવા શાકભાજી ખાવાનું પસંદ કરે છે. જો મીઠાઈની વાત કરીએ તો આ સિઝનમાં કદાચ કોઈ વ્યક્તિ એવો નહીં હોય જેને ગાજરનો હલવો ખાવાનું પસંદ ન હોય. ગાજરનો હલવો લગ્ન અથવા કોઈ ખાસ પ્રસંગમાં ચોક્કસપણે ખાવામાં આવે છે. ગાજરનો હલવો માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તેના પોષક તત્વો પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ગાજરમાં વિટામિન A, C, આયર્ન અને K જેવા પોષક તત્વો મળી આવે છે. જે આંખો, ત્વચા અને રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઘી અને દૂધ સાથે આ હલવો વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. શિયાળાની ઋતુમાં ગરમાગરમ ગાજરનો હલવો ખાવાનો અલગ જ આનંદ છે. ઘણા લોકો ઘરે ગાજરનો હલવો બનાવવાની ઘણી કોશિશ કરે છે પરંતુ તેનો સ્વાદ બજાર જેવો નથી હોતો પરંતુ આ રીતે ઘરે સ્વાદિષ્ટ હલવો બનાવી શકો છો. આ હલવો બનાવવા માટે છીણેલા તાજા ગાજર, દૂધ, ખાંડ, ઘી, એલચી પાવડર, ડ્રાયફ્રૂટ્સ, બારીક સમારેલી બદામ અને પિસ્તાની જરૂર પડશે
ગાજરના હલવાની રેસીપી
ગાજરનો હલવો બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઈમાં અથવા નોન-સ્ટીક પેનમાં ઘી નાખી, ધીમી આંચ પર રાખો અને તેને ગરમ કરો. પછી તેમાં છીણેલા ગાજર ઉમેરો અને ચમચા વડે સતત હલાવતા રહીને 4 થી 5 મિનિટ સુધી શેકો. પછી તેમાં દૂધ નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે તેને ધીમી આંચ પર રાખો. જ્યારે આ મિશ્રણ ઉકળવા લાગે ત્યારે ફ્લેમને વધુ ઓછી કરો. લગભગ 15 થી 20 મિનિટ સુધી ધીમી આંચ પર રહેવા દો પરંતુ ધ્યાનમાં રાખો કે મિશ્રણ તવા પર ચોંટી ન જાય, તે માટે તેને નિયમિત સમયાંતરે ચમચા વડે હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
જ્યારે દૂધ લગભગ સુકાઈ જાય એ પછી ખાંડ ઉમેરો. ખાંડ નાખ્યા પછી હલવાને બીજી 10-15 મિનિટ સુધી પકાવવા દો, જેથી ખાંડ ઓગળી જાય અને હલવો ઘટ્ટ થઈ જાય. ગાજર સારી રીતે શેકાઈ જાય પછી તેમાં માવો ઉમેરો અને મિક્સ કરી 5 મિનિટ પકાવો. હવે તેમાં ઈલાયચી પાવડર અને ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરો. તેમને સારી રીતે મિક્સ કરો. જ્યારે હલવો ઘટ્ટ થઈ જાય અને ઘી છોડવા લાગે ત્યારે તેને આંચ પરથી ઉતારી લો. હવે ગાજરનો હલવો ગરમાગરમ સર્વ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર સામે પગલા લેવા વિ.હી.પ. દ્વારા આવેદન
December 12, 2024 11:21 AMગોંડલ યાર્ડમાં ડુંગળીના બે લાખ કટ્ટાની આવક ઉપરાંત બહાર ૫૦૦ વાહનોની કતાર
December 12, 2024 11:20 AMજૂનાગઢનો હીરા ઉધોગ મંદીની ઝપટમાં: દિવાળીના સવા મહિના બાદ પણ ૫૦ ટકા કારખાનાઓ બંધ
December 12, 2024 11:19 AMદ્વારકાના ધારાસભ્ય પરિવાર દ્વારા ગૌશાળા ખાતે વાણંદ જ્ઞાતિના સમુહ લગ્ન
December 12, 2024 11:18 AMFBI ચીફે રાજીનામું આપવાની વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ ખુશ થઈ ગયા, આપ્યું મોટું નિવેદન
December 12, 2024 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech