ચાર દિવસ સુધી વાતાવરણ મઘ્યમ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાપમાનમાં થોડો ઘટાડો થઇ ગયો છે, 20 થી 25 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, આગામી ચાર દિવસ સુધી વાતાવરણ મઘ્યમ રહેશે, એટલે કે બહુ ગરમી નહીં પડે તેથી લોકોએ રાહતનો શ્ર્વાસ ખેંચ્યો છે, મહત્તમ તાપમાન 34.4 ડીગ્રીએ પહોંચી જતાં ખેડુતોને પણ ખેતરમાં કામ કરવાની અનુકુળતા રહી હતી.
કલેકટરકચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 34.4 ડીગ્રી, લઘુતમ તાપમાન 18.5 ડીગ્રી, હવામાં ભેજ 84 ટકા, પવનની ગતિ 25 થી 30 કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હવે આગામી પાંચ દિવસ બાદ ધીરે-ધીરે ગરમી શ થશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે, જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે.
છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમીથી લોકો કંટાળી ગયા હતાં, સામાન્ય રીતે ધુળેટીના તહેવારો બાદ ધીરે-ધીરે ગરમી વધે છે, પરંતુ આ વખતે હોળી પહેલા એક અઠવાડીયું સુર્યદેવતાના પ્રકોપથી લોકો કંટાળી ગયા હતાં, પરંતુ હવે ગઇકાલથી ગરમીમાં થોડી રાહત થઇ છે, જો કે ચારે દિવસથી રાહત બાદ ફરીથી ગરમીનો રાઉન્ડ શ થઇ જશે.
ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech