ખાનગી કંપની સામે કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી
હાલ જામજોધપુર અને લાલપુર તાલુકામાં પવનચકકી અને ટ્રાન્સમીશન લાઇન ઉભી કરતી ખાનગી કંપનીઓ દ્વારા ઘણા બધા ગામડાઓમાં અલગ અલગ સ્થળો પર કામો ચાલુ કરવામાં આવ્યા છે. આ ખાનગી કંપનીઓ અને તેના માથાભારે માણસો દ્વારા ખેડુતોને પોલીસ પ્રોટેકશનના નામે ડરાવી ધમકાવી મંજુરીના કોઇપણ કાગળો બતાવ્યા વગર કામો કરવામાં આવી રહ્યા છે. આ બાબતે ધારાસભ્ય હેમંત ખવાએ આ બાબતે કલેકટરને પત્ર લખી ઉકત કંપનીઓ વિરુદ્ધ જરુરી નિયમોનુસારની કાર્યવાહી કરવા રજુઆત કરી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર સરકારના પરિપત્ર મુજબ ટ્રાન્સમીશન લાઇન કે ટ્રાન્સમીશન ટાવર ઉભા કરતી વખતે જમીન પાક, ફળાવ, ઝાડને થયેલ નુકશાન માટે ખેડુતોને વળતર ચુકવવાનું હોય છે. અને સરકારી જમીનમાં કામ કરતા પહેલા પરિપત્રની જોગવાઇ મુજબની રકમ સરકારમાં ચલણથી ભરવાની હોય છે. તેમજ કોઇપણ ખાનગી કંપનીએ લાઇનનો રુટ નકકી કરતા પહેલા જે તે વિસ્તારની લાગત પ્રાંત કચેરી અને સ્થાનિક વહીવટી સતા મંડળો સાથે જરુરી પરામર્શ કરી જયાં સરકારી ખરાબાની જમીન ઉપલબ્ધ હોય ત્યાં શકય બને ત્યાં સુધી ખેડુતોના માલિકીની ખેતીની જમીનમાંથી લાઇન ન નીકળે તે મુજબ રુટ નકકી કરવાનો હોય છે.
પરંતુ ખાનગી કંપની દ્વારા પોતાના આર્થિક ફાયદા માટે સરકારના પરિપત્રનો ઉલાળીયો કરી પોતાનો રુટ ટુંકો થાય તેમ માટે મનફાવે તેમ ખેડુતોના ખેતરો વચ્ચેથી લાઇનો કાઢવામાં આવી રહી છે. આથી હાલ જે જે સ્થળોએ આવા પરિપત્રનો ઉલાળીયો કરી કામ કરવામાં આવી રહ્યા છે તેવા તમામ કામો તાત્કાલિક ધોરણે બંધ કરાવવા જોઇએ.
જે તે પ્રાંત કચેરી અને સ્થાનિક સતામંડળોની કચેરીમાં તમામ મંજુરીના કાગળો જેવા કે જમીન ફાળવણીના હુકમ અને અન્ય જરુરી મંજુરીના કાગળો જમા કરાવવાના હોય છે. નિયમ મુજબ કંપનીએ મંજુરીમાં દશર્વિેલ રુટ પ્રમાણે રેખાંશ અને અક્ષાંશ મુજબ જ ટાવર અને ટ્રાન્સમીશન લાઇનના પોલ ઉભા કરવાના હોય છે.
જામજોધપુર અને લાલપુર તાલુકામાં હાલ જે કંપનીઓ કામ કરી રહી છે તે કંપનીઓ દ્વારા તેમને મળેલ જમીન ફાળવણીના હુકમ અને અન્ય જરુરી મંજુરીના કાગળો પ્રાંત કચેરીએ અને સ્થાનિક વહીવટી સતામંડળોની કચેરીમાં જમા કરાવેલ નથી તેમજ તેમની સાથે જરુરી પરામર્શ કરી લાઇનનો રુટ નકકી કરેલ નથી.
જયારે કંપનીના માથાભારે માણસો સ્થળ પર કામ ચાલુ કરવા જાય છે ત્યારે ખેડુતોને યોગ્ય વળતર ચુકવી મંજુરીના કાગળો બતાવવાના બદલે ખેડુતોને પોલીસ પ્રોટેકશનનો ડર બતાવી એવા ગુમરાહ કરવામાં આવે છે કે જો તમે કામમાં અડચણ બનશો તો પોલીસને સાથે રાખી કામ કરવામાં આવશે અને તમને વળતર પણ ચુકવવામાં નહિ આવે. ઘણા કિસ્સાઓમાં તો કંપની દ્વારા જે સ્થળનું પોલીસ પ્રોટેકશન માંગેલ હોય તે સ્થળને બદલે પોલીસને અન્ય સ્થળ પર લઇ જઇ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આવા સંજોગોમાં હેમંત ખવાએ ખેડુતોને ડરવાના બદલે જે તે પ્રાંત કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.
તેઓએ જણાવ્યું છે કે જોઇ કોઇ ખાનગી કંપની ખેડુતોને વળતર ચુકવ્યા વગર કે જરુરી કાગળો બતાવ્યા વગર પોલીસને સાથે લઇ કામ કરવા આવે તો કંપનીના માણસો કે પલીસથી ગભરાવવાની જરુર નથી અને ખુડેતોએ તરત જ પ્રાંત અધિકારીનો સંપર્ક કરવો જોઇએ.
વધુમાં તેઓએ કલેકટરને પત્રમાં જણાવ્યું છે કે કોઇ ખાનગી કંપની આ પ્રકારના ગેરકાયદેસર પવનચક્કીના પોલ કે ટ્રાન્સમીશન લાઇન ઉભી ન કરે તે માટે હાલ જામજોધપુર અને લાલપુર તાલુકામાં જે જે સ્થળોએ કામ ચાલુ છે કે આગામી સમયમાં કામ ચાલુ કરવાના છે તે તમામ કંપનીઓને કલેકટર તરફથી એક નોટીફીકેશન કે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેમજ આ નોટીફીકેશન કે માર્ગદર્શિકાની નકલ જે તે પ્રાંત કચેરીએ અને સ્થાનિક વહીવટી સતામંડળોને પણ આપવામાં આવે જેની સાથે જમીન ફાળવણીના હુકમ અને અન્ય જરુરી મંજુરીના કામગળો સામેલ કરવામાં આવે.
કંપની દ્વારા મંજુરીમાં દશર્વિેલ રુટ પ્રમાણે રેખાંશ અને અક્ષાંશ મુજબ જ ટાવર અને ટ્રાન્સમીશન લાઇનના પોલ ઉભા કરવામાં આવે તેમજ પરિપત્રની જોગવાઇ મુજબ ખેડુતોને ટાવરના ચાર પાયા વચ્ચેના ભાગની જમીનના નુકશાન પેટે વળતર માટે સરકારના પ્રવર્તમાન ઓનલાઇન જંત્રી દરોના 200 ટકા લેખે જે ખેડુતના ખેતરમાંથી તાર નીકળે છે તેવા કિસ્સામાં જમીન ઉપરથી પસાર થતા પ્રવહન રેસાઓની પહોળાઇ તથા લંબાઇને અનુલક્ષીને જમીનના વિસ્તારમાં રપ ટકા લેખે વળતર ચુકવાય તે માટે તાત્કાલિક ધોરણે લેખિત સુચના આપવા અને નોટીફીકેશન બહાર પાડવા તેમજ હાલ જયાં આવા નિયમ વિરદ્ધના કામો ચાલુ છે તેવા તમામ કામો તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે કલેકટરને પત્રના માઘ્યમથી જણાવ્યું છે.
જો આવા કામો બંધ કરાવવામાં નહિ આવે તો જનતા જનાર્દનને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ હેમંત ખવાએ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech