જામનગરમાં 55 કી.મી.ની ઝડપે પવન ફુંકાયો : તાપમાન 33 ડીગ્રી

  • July 20, 2021 11:42 AM 

ગઇકાલે જામનગર સહિત અનેક ગામડાઓમાં ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક : આગામી પાંચ દિવસ સુધી હાલારમાં ભારે વરસાદની આગાહી

જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલે હવામાં ભેજ વધી જતા થોડો સમય બફારો જોવા મળ્યો હતો, પરંતુ જામનગરમાં અને અનેક ગામડાઓમાં અવાર નવાર નાના-મોટા વરસાદી ઝાપટા આવતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી, આજ સવારથી પણ ધુપ-છાંવ જેવું વાતાવરણ છે, ત્યારે તાપમાન 33 ડીગ્રી રહયું છે. જયારે ગઇકાલે આખો દિવસ પવન ફુંકાયો હતો, આજે સવારે પણ પવન ફુંકાવાની શઆત થઇ હતી, આગામી પાંચ દિવસ સુધી જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં ભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 33 ડીગ્રી, લઘુતમ તાપમાન 26.4 ડીગ્રી, હવામાં ભેજ 86 ટકા, પવનની ગતી 50 થી 55 કીમી રહી હતી. જામનગર સહિત અનેક ગામડાઓમાં ગઇકાલે લોકોએ અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો, ખાસ કરીને હવામાં ભેજ 86 ટકા થઇ જતા લોકો ગરમીથી ત્રાહીમામ થઇ ગયા હતા, પરંતુ ગઇકાલે સાંજે અને આજે વહેલી સવારે ભારે પવન ફુંકાયો હતો.

આજ સવારથી ફરીથી ઉઘાડ નીકળ્યો છે, વાતાવરણ વાદળીયુ છે બપોર બાદ વરસાદ આવે તેવી શકયતા પણ છે ત્યારે ગઇકાલે રાત્રે ભારે ગરમી જોવા મળી હતી આમ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ભારે વરસાદના કારણે ગામડાઓમાં જીવન ધબકતું થયું છે અને હજુ પણ વરસાદ પડે તેવી શકયતા હોવાનું જાણવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS