કાલાવડમાં ર૮ વર્ષથી અકબંધ ભાજપ શું શાસન ટકાવી રાખશે ?: કાલે નિર્ણય

  • February 17, 2025 06:24 PM 


કાલાવડ નગરપાલિકામાં છેલ્લા ર૮ વર્ષથી ભગવો લ્હેરાઇ રહ્યો છે, ગઇકાલે ર૮ બેઠકો પૈકી ર૭ બેઠકોની ચૂંટણી યોજાઇ હતી, એક બેઠક ભાજપના ફાળે બિનહરીફ આવી ગઇ છે, કુલ ૬૭ ઉમેદવારો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં હતા.
​​​​​​​

ગઇકાલે શાંતિપૂર્ણ માહોલમાં કાલાવડ નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ ૬૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થયા હતા, આવતીકાલે ચૂંટણી પરિણામ બહાર પડશે, સમગ્ર તાલુકામાં ચૂંટણીને લઇને ઇન્તેજારના પરિણામનો રહેશે.
કુલ સાત વોર્ડની ર૮ બેઠકોમાં ૧૪૮૭૦ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, એક બુથ પર ઇવીએમ ખોટકાઇ જવાની ફરિયાદ નોંધાતા ચૂંટણી અધિકારીઓેએ તાત્કાલિક બદલાવામાં આવ્યું હતું, તેના સિવાય બીજી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી અને સમગ્ર ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application