મધ્ય પુર્વમાં ચાલી રહેલું યુદ્ધ ભલે રોજ રોજ નવા નવા તનાવ પેદા કરી રહ્યું હોય, ટ્રમ્પ એ એક બાબત સ્પષ્ટ્ર કરી દીધી છે કે તેઓ કયારેય ઈરાન પર પરમાણુ બોમ્બનો ઉપયોગ નહી જ કરે. એક તબક્કે એવી ચર્ચા ચાલતી હતી કે ઈરાનને ઝૂકાવવા અમેરિકા પરમાણું હથીયારોનો ઉપયોગ કરી શકે ત્યારે ટ્રમ્પની આ સ્પષ્ટ્રતાથી આંશિક રાહત સાંપડી છે.મીડિયા સાથેની વાતચીતમાં તેમને આ બાબતે ચોખવટ કરી હતી. ઈરાન અને યુએસ વચ્ચે યુદ્ધવિરામ ભંગનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. બંને પક્ષો વચ્ચે શાંતિ વાટાઘાટોના બીજા રાઉન્ડની તારીખ અને સમય હજુ સુધી નક્કી થઈ નથી. તેહરાનના મતે, આનું મુખ્ય કારણ અમેરિકા દ્રારા ઈરાની બંદરોની નાકાબંધી અને તેની ૧૧ ટિ્રલિયન ડોલર એટલે કે ૯૧૩ લાખ કરોડ પિયાની સંપત્તિ જ કરવામાં આવી છે. ગુસ્સે ભરાયેલા ઈરાને હવે યુએસને સીધી ધમકી આપી છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ અમેરિકાને ચેતવણી આપી છે કે જો તેહરાનની સંપત્તિ ૪૮ કલાકમાં મુકત કરવામાં નહીં આવે તો યુદ્ધવિરામનો ભગં કરશે અને આ સ્થિર સંપત્તિ મુકત કરવામાં ન આવે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ બધં રહેશે.તેમણે અલ્ટીમેટમ આપતા કહ્યું કે જો અમેરિકા આગામી ૪૮ કલાકમાં આ અંગે કોઈ પ્રસ્તાવ રજૂ નહીં કરે, તો યુદ્ધવિરામ સમા થઈ શકે છે