ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓ માટે આઇટીઆર ફાઈલ કરવાની પ્રક્રિયાને વધુ સુવિધાજનક બનાવવા જઈ રહ્યું છે. આ સંદર્ભે વિભાગે કેટલાક જરૂરી સુધારા સાથે નવું ઈ-ફાઈલિંગ પોર્ટલ 3.0 શરૂ કરવાની તૈયારી કરી છે. આ પોર્ટલનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ હશે અને તેની મદદથી ખૂબ જ ઓછા સમયમાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાશે.
ઇન્કમટેક્સ વિભાગના પરિપત્ર મુજબ, હાલમાં સંકલિત ઈ-ફાઈલિંગ અને સેન્ટ્રલાઈઝ પ્રોસેસિંગ સેન્ટર (આઈઈસી) 2.0 સિસ્ટમ ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે લાગુ કરવામાં આવી છે. આઈઈસી 3.0 ને નવા પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય ઝડપી આઈટી ટેકનોલોજી અપ્નાવવાનો છે. આનાથી આઇટીઆરની ચકાસણી પ્રક્રિયા અને રિફંડ જાહેર કરવાની પ્રક્રિયા પણ ઝડપી બનશે. ઇન્કમટેક્સ વિભાગ નવા આઇટીઆર ઈ-ફાઈલિંગ પોર્ટલને લોન્ચ કરતા પહેલા હિતધારકોના મંતવ્યો લઈ રહ્યું છે, જેથી કરીને તેને કરદાતાઓને અનુકૂળ બનાવી શકાય. તેણે એક સમિતિની પણ રચના કરી છે, જે તમામ અભિપ્રાયો, સૂચનો અને વિચારોની યાદી તૈયાર કરશે, જેના આધારે પોર્ટલમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે.
ટેક્સ નિષ્ણાતો કહે છે કે વર્તમાન આઈઈસી 2.0 સિસ્ટમમાં ઘણી વખત તકનીકી સમસ્યાઓ જોવા મળે છે. જેમ જેમ પોર્ટલ પર ટ્રાફિક વધે છે તેમ તેની ગતિ ધીમી પડી જાય છે. ક્યારેક સાઇટ ક્રેશ પણ થાય છે. જેના કારણે કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણા કરદાતાઓ નિર્ધિરિત સમયમયર્દિામાં રિટર્ન ભરવાનું ચૂકી જાય છે. આ પ્રોજેક્ટ કરદાતાઓને ઈ-ફાઈલિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેની મદદથી ઓનલાઈન ઈન્કમ ટેક્સ રિટર્ન ગમે ત્યાંથી ફાઈલ કરી શકાય છે. આ સિવાય ટેક્સ મામલાને લગતા અન્ય ફોર્મ ડાઉનલોડ કરવાની અને અન્ય સેવાઓનો ઉપયોગ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. કરદાતાઓ તેમના જૂના આઇટીઆર ફોર્મ પણ ડાઉનલોડ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech