સન ૨૦૧૦ થી ૨૦૧૮ દરમિયાન સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સલ કોલેજોમાં અભ્યાસ કરતા અને એનરોલમેન્ટ, એનલિસ્ટમેંટ, પીજી રજીસ્ટ્રેશન થયેલા હોય તેવા જુના વિધાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠકમાં લેવાયા પછી આ સંદર્ભે પરીક્ષા નિયામકે એક પરિપત્ર બહાર પાડીને આવા વિધાર્થીઓની પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી કરવાનું તારીખ ૨ ફેબ્રુઆરી થી શ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
આવા વિધાર્થીઓના ફોર્મ ભરવાની જવાબદારી વિધાર્થી જે કોલેજમાં ભણ્યો હોય તેના પર નાખી દેવામાં આવી છે. આવા વિધાર્થીઓના પરીક્ષા ફોર્મ કોલેજના લોગીન મારફત એનરોલમેન્ટ એનલિસ્ટમેન્ટ નંબર દાખલ કરી પ્રિન્ટેડ ફોર્મ ડાઉનલોડ કરી ઓનલાઇન ભરવાનું રહેશે. આ કામગીરી કોલેજ , સંસ્થા અને ભવન દ્રારા પૂર્ણ કરીને ફી મેમો તેમજ ભરેલા પરીક્ષા ફોર્મ ની યાદી ઇ–મેલથી મોકલી દેવા જણાવ્યું છે.
૨૦૧૦ થી ૨૦૧૫ સુધી જે વિધાર્થીઓએ એનરોલમેન્ટ અને પીજી રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેમના માટે જ આ વ્યવસ્થા કરવામાં આવી છે, જે વિધાર્થીઓ ૨૦૧૬,૨૦૧૭ અને ૨૦૧૮માં એનરોલમેન્ટ, એનાલિસ્ટમેન્ટ અને પીજી રજીસ્ટ્રેશન થયેલ હોય તેમણે પોર્ટલ મારફત એન્ટ્રી કરવાની રહેશે.
કોલેજ દ્રારા એક વખત યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ મોકલી દીધા પછી તેમાં કોઈ પ્રકારનો સુધારો કરી શકાશે નહીં. આવા વિધાર્થીઓનું પરિણામ જાહેર થયા પછી પુન:મૂલ્યાંકન પણ થઈ શકશે નહીં તેવી સ્પષ્ટ્ર વાત યુનિવર્સિટીએ કરી છે.
વર્ષ ૨૦૧૫ થી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીનું વિભાજન થયા પછી અમુક કોલેજો જુનાગઢ ની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે સંલ થયેલ છે. આવી કોલેજોના આચાર્યેાને પણ વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી જો કોઈ વિધાર્થીઓને પરીક્ષા આપવાની થતી હોય તો તેવા વિધાર્થીઓના ફોર્મ મોકલી આપવા જણાવ્યું છે.
પરીક્ષા સંચાલનમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને અનુકૂળતા રહે તે માટે પરીક્ષાનું કેન્દ્ર જિલ્લા મથકની કોલેજમાં જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે કોલેજો આવા ફોર્મ ભરે તેમણે એક વર્ષ સુધી તેની વિગતો સાચવી રાખવાની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech