જૂનાગઢ લોકસભા બેઠકમાં ફરી જ્ઞાતિ ફેક્ટર કામ કરશે કે નવો ચહેરો આવશેે: સસ્પેન્સ?

  • March 21, 2024 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા છેલ્લી  બે ચૂંટણીમાં કોળી જ્ઞાતિના ઉમેદવારને જ ઉતારવામાં આવ્યા હતા. બે જિલ્લાના સમાવેશ થતી જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢ જિલ્લાની ત્રણ અને ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે ત્યારે અન્ય જ્ઞાતિ કરતા કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધુ છે. બીજા ક્રમે મુસ્લિમ મતદારો છે. ત્યારે આ વખતે ભાજપ અને કોંગ્રેસ ક્યાં ગણિતના આધારે ઉમેદવારો મેદાનમાં ઉતારે તે મહત્વનું બની રહેશે.

ગરવો ગઢ ગિરનાર અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તથા જંગલના રાજા સિંહ એમ ત્રિવિધ સમન્વય ધરાવતા જૂનાગઢ લોકસભા બેઠકમાં ૧૯૬૨ થી આજ સુધીમાં ૧૫ લોકસભાની ચૂંટણી યોજાઈ છે. જેમાં બે વાર લોહાણા, બે વાર કડવા પટેલ, એક એક વાર કારડીયા અને આહીર, કારડીયા છ વાર લેઉવા પટેલ અને છેલ્લી  બે ટર્મથી કોળી જ્ઞાતિના ઉમેદવાર વિજેતા થાય છે. કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધુ હોવાથી છેલ્લી  બે લોકસભાની ચૂંટણીથી કોંગ્રેસ અને ભાજપ બંને કોળી જ્ઞાતિના ઉમેદવારને જ મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે પરંતુ આ વર્ષે જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા નથી ત્યારે બંને પક્ષ કયા ગણિતના આધારે કઈ જ્ઞાતિને મેદાનમાં ઉતારશે તે સસ્પેન્સ અને રસપ્રદ રહેશે.
જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર જૂનાગઢ અને માંગરોળ તથા ગીર સોમનાથની સોમનાથ તાલાળા કોડીનાર અને ઉના બેઠકનો સમાવેશ થાય છે.


૭ વિધાનસભામાં કઇ જ્ઞાતિના કેટલા અંદાજીત મતદારો

કોળી    ૨.૪૬ લાખ
મુસ્લિમ    ૧.૭૪ લાખ
લેઉવા પટેલ    ૧.૬૭ લાખ
દલિત    ૧.૬૪ લાખ
કારડીયા    ૯૬ હજાર
આહિર    ૯૨ હજાર
બ્રાહ્મણ    ૪૧ હજાર
પ્રજાપતિ    ૪૧ હજાર
કડવા પટેલ    ૩૬ હજાર
ખારવા    ૩૪ હજાર
દરબાર    ૩૪ હજાર
રબારી    ૩૦ હજાર
લોહાણા    ૩૦ હજાર
અન્ય    ૬.૪ લાખ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application