રાજકોટના ટીઆરપી ગેમઝોનના અિકાંડમાં ૨૭ નિર્દેાષ નાગરિકો બળીને ભડથું થઇ ગયાની ગોઝારી દુર્ઘટના બાદ નવનિયુકત મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇના આદેશથી મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં વોર્ડવાઇઝ ટીમ બનાવી ફાયર એનઓસી અને બીયુ પરમિશનનું ચેકિંગ હાથ ધરીને ૫૦૦થી વધુ મિલકતો–સંકુલો સીલ કરતા વેપારીઓ–ઉધોગકારો, શાળાઓ અને હોસ્પિટલોના સંચાલકોમાં ભારે દેકારો બોલી ગયો છે. દરમિયાન આ મામલે આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ વ્યાપાર ઉધોગ જગતના એકાદ હજાર લોકો દ્રારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી આડેધડ સિલિંગ બધં કરવા અને સીલ થયેલી મિલકતોના સીલ ખોલવા રજુઆત કરી હતી.
જયારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની રજૂઆતના પ્રત્યુત્તરમાં મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ સ્પષ્ટ્ર જણાવ્યું હતું કે ફાયર એનઓસી અને બીયુ પરમિશનની ચેકિંગ અને સિલિંગ ઝુંબેશ તો સતત ચાલું જ રહેશે અને આ ઝુંબેશમાં શાળાઓ ટોપ પ્રયોરિટીમાં રહેશે તેમજ બીજા ક્રમે હોસ્પિટલોને અગ્રતા ક્રમ અપાશે.
વ્યાપાર ઉધોગ જગતના પ્રતિનિધિઓને કમિશનરએ વધુમાં એમ પણ કહ્યું હતું કે આ ઝુંબેશ ફકત રાજકોટમાં ચાલી રહી નથી પરંતુ અમદાવાદ, વડોદરા, સુરત સહિતના ચારેય મહાનગરો સહિત સમગ્ર રાય સ્તરે વ્યાપક કાર્યવાહી થઇ રહી છે. આમ છતાં હત્પં તમારી રજુઆત અને લાગણી સરકાર સુધી પહોંચડીશ. કમિશનરએ ભારપૂર્વક કહ્યું હતું કે કદાચ એકાદ બે દિવસમાં રાય સરકાર તરફથી નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (એસઓપી) આવી જશે તેવી સંભાવના છે, જો એસઓપી જશે તો ત્યારબાદ તે મુજબ કાર્યવાહી થશે. ઇમ્પેકટ ફીની સ્કિમ હેઠળ ફાઇલો પેન્ડિંગ હોય અને મિલકતો સીલ કરાઇ રહી હોવાની રજુઆત મુદ્દે કમિશનરએ કહ્યું હતું કે ઇમ્પેકટ ફીની સ્કિમ હેઠળ જે સંકુલ કે મિલકતની ફાઇલ હશે તો તે અંગે કાર્યવાહીમાં નિયમ મુજબ ઝડપથી કામ થાય તે માટે વ્યવસ્થા કરાવીશું.
દરમિયાન મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે ૯૦ ટકા પબ્લિક ગેધરિંગ પ્લેસનું ચેકિંગ થઇ ગયું છે અને બાકી છે ત્યાં ચેકિંગ થશે, નિયમભગં જણાશે ત્યાં સીલ પણ થશે જ. એકાદ–બે દિવસમાં એસઓપી આવશે ત્યારબાદ તે મુજબ આગળની કાર્યવાહી થશે
ચેમ્બરએ આટલા મુદ્દે કરી રજૂઆત
– આડેધડ સિલિંગ બધં કરો
– સીલ થયેલી મિલકતોના સીલ ખોલો
– નિયમોના અર્થઘટનમાં વિસંગતતાઓ
– કનડગત અને ગેરવર્તન બધં કરો
– જરી પૂર્તતા–દુરસ્તી કરવા સમય આપો
– ૨૦૨૩ના લેટેસ્ટ ફાયર સેફટી લ્સ મુજબ અપડેટ થવા સમય આપો
– ઇમ્પેકટ હેઠળ ફાઇલ હોય તેવી મિલ્કત સીલ ન કર
શાળા ખોલવા ખાતરીનો ચેમ્બરનો દાવો
રાજકોટ ચેમ્બર કોમર્સ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કર્યા બાદ જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં એવો દાવો કર્યેા છે કે શાળા સંચાલકોને ગુવાર સુધીમાં શાળા ખોલવા માટે રજૂઆતના અંતે ખાતરી આપવામાં આવી છે
એક પણ દુકાન કે કારખાનું સીલ નથી છતાં ચેમ્બર હરખપદુડી કેમ?
રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને આજે રજૂઆત કરવા માટે એકાદ હજાર જેટલા વેપારીઓ આવ્યા હતા અને તેની નેતાગીરી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ લીધી હતી આ એકાદ હજાર લોકોમાં મોટાભાગના શાળા સંચાલકો તેમજ શાળાઓનો સ્ટાફ તેમજ તબીબો અને હોસ્પિટલોનો સ્ટાફ જોવા મળ્યો હતો. સો મણનો સવાલ એ છે કે શહેરમાં એક પણ દુકાન કે કારખાનું સીલ કરવામાં આવ્યું નથી તેમ છતાં શાળા સંચાલકો અને હોસ્પિટલો માટે રાજકોટ ચેમ્બરએ શા માટે આગેવાની લીધી ? શું હોસ્પિટલો અને શાળાઓ ચેમ્બરના મેમ્બર છે ખરા ? કે પછી કોઈ ઉચ્ચકક્ષાએથી મળેલી સૂચનાને કારણે આ પ્રેરિત પ્રકારની રજૂઆત હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech