વ્લાદિમીર પુતિનની ધરપકડ થશે?  મોંગોલિયા પહોંચતાની સાથે જ ઉઠી માંગ, ICCએ જારી કર્યું વોરંટ

  • September 03, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુતિનની ધરપકડની માંગ પુતિનની મુલાકાત જાપાન પર સોવિયેત-મોંગોલિયન સૈનિકોની સંયુક્ત જીતની 85મી વર્ષગાંઠ સાથે એકરુપ છે. મંગોલિયા પહોંચતા જ પુતિનની ધરપકડની માંગ વધી છે. જેના પર સમગ્ર વિશ્વની નજર પણ ટકેલી છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુતિનની ધરપકડ માટે વોરંટ જારી કર્યું છે, જેના પર યુક્રેન હવે કાર્યવાહીની માંગ કરી રહ્યું છે.


પુતિનની ધરપકડની માંગ પુતિનની ધરપકડની માંગ તેજ


રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા છે. પુતિનની આ મુલાકાત જાપાન પર સોવિયત-મોંગોલિયન સૈનિકોની સંયુક્ત જીતની 85મી વર્ષગાંઠના કારણે થઈ રહી છે. મંગોલિયા પહોંચતા જ પુતિનની ધરપકડની માંગ વધી છે, જેના પર સમગ્ર વિશ્વની નજર પણ ટકેલી છે.


ICC સભ્ય દેશ સાથે પ્રથમ મુલાકાત


યુક્રેને પણ પુતિનની ધરપકડની વાત કરી છે. આ માંગ એટલા માટે કરવામાં આવી રહી છે. કારણકે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે પુતિનની ધરપકડ માટે વોરંટ જારી કર્યું છે અને મંગોલિયા આ કોર્ટનો સભ્ય દેશ છે. ગયા વર્ષે પુતિનની ધરપકડ માટેનું વોરંટ જારી થયા બાદ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના સભ્ય સાથે આ તેમની પ્રથમ મુલાકાત હશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application