Poll Of Exit Polls 2024: શું મોદીનો 400 પાર કરવાનો ટારગેટ થશે પૂરો? આ ચાર એક્ઝિટ પોલમાં NDAને સૌથી વધુ સીટો

  • June 01, 2024 08:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણીના મતદાનમાં એનડીએને 350 બેઠકો મળતી દેખાઈ રહી છે. જ્યારે INDIAનું ગઠબંધન 125-130 સીટો સુધી સીમિત જણાય છે.


દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી દેખાઈ રહી છે. પોલ ઓફ પોલમાં એનડીએને 350 સીટો મળતી દેખાઈ રહી છે, જ્યારે INDIA ગઠબંધન 125-130 સીટો સુધી સીમિત જણાય છે.


આ પોલમાં NDA 400ની નજીક

જન કી બાતના એક્ઝિટ પોલમાં NDAને મહત્તમ 362-392 બેઠકો મળવાનો અંદાજ છે. જેમાં વિપક્ષી INDIA ગઠબંધનને 141-161 બેઠકો મળવાનો અંદાજ છે. આ પછી ઈન્ડિયા ન્યૂઝ-ડી ડાયનેમિક્સનું અનુમાન છે કે એનડીએને 371 સીટો મળશે. INDIA 125 સીટો જીતી શકે છે અને અન્ય 47 સીટો જીતી શકે છે.


કયા એક્ઝિટ પોલમાં કોને કેટલી સીટ મળી?

રિપબ્લિક ભારત મેટ્રિક્સના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 353-368 બેઠકો અને ઈન્ડિયા એલાયન્સને 118-133 બેઠકો મળી શકે છે. રિપબ્લિક ટીવી-પી માર્કે એક્ઝિટ પોલમાં NDA માટે સૌથી ઓછી બેઠકો જાહેર કરી છે. રિપબ્લિક TV-P MARQ અનુસાર આ લોકસભા ચૂંટણીમાં NDA 359 સીટો જીતી શકે છે. ઇન્ડિયા એલાયન્સ 154 સીટો અને 30 અન્ય સીટો જીતી શકે છે.


ભાજપ 400 પારના નારા સાથે લડી રહી હતી ચૂંટણી 

આ લોકસભા ચૂંટણીમાં ભાજપ 400થી વધુ સીટના નારા સાથે ચૂંટણી લડી રહી હતી. આ ચાર એક્ઝિટ પોલમાં એનડીએ 400ને પાર કરતી જોવા મળી નથી. જો કે જન કી બાત એક્ઝિટ પોલે ભાજપને મહત્તમ 362-392 બેઠકો આપી છે. જે 400ના આંકડાની નજીક છે.


આ વખતે 400ના આંકડાને હાંસલ કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતાઓએ દક્ષિણ ભારતના રાજ્યોમાં વિશાળ રેલીઓ યોજી હતી. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો કર્ણાટક સિવાય દક્ષિણ ભારતના રાજ્યોમાં બીજેપી સારો દેખાવ કરી રહી હોય તેવું લાગતું નથી. જો કે એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે ભાજપ તમિલનાડુમાં પોતાનું ખાતું ખોલાવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application