મનુ ભાકર અને નીરજ ચોપરા લગ્ન કરશે? શુટરના પિતાએ જણાવી હકીકત

  • August 13, 2024 04:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





પેરિસ ઓલિમ્પિક્સ 2024નું સમાપન થઇ ચુક્યું છે. ભારતના ફાળે કુલ 6 મેડલ આવ્યા. નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે મનુ ભાકરે 2 બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મનુએ સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં અને મિક્સ્ડ ટીમ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકરની માતા સોમવારે નીરજ ચોપરાને મળી હતી. બંને એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી.



હવે સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. ઘણા લોકોએ સૂચવ્યું કે નીરજ ચોપરા અને મનુ ભાકર લગ્ન કરી શકે છે, જોકે, મનુના પિતાએ આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેણે નીરજ અને મનુના લગ્નની અફવાઓને ફગાવી દીધી છે, મનુના પિતાનું કહેવું છે કે મનુની ઉંમર લગ્ન માટેની નથી. મનુના પિતા રામ કિશને કહ્યું, મનુ હજુ ઘણી નાની છે. તે લગ્નની ઉંમરની પણ નથી. હું અત્યારે તેના વિશે વિચારી રહ્યો નથી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application