પોલીસ લાઈન ખાતે ઉજવાયો વન્ય પ્રાણી જાગૃતિ કાર્યક્રમ
દર વર્ષ બીજી ઓક્ટોબરથી આઠમી ઓકટોબર દરમ્યાન વન્ય પ્રાણી સપ્તાહ તરીકે ઉજવાય છે ત્યારે આ વખત છ ઓકટોબરના રોજ ભાણવડના પોલીસ લાઈન ખાતે ભાણવડના વન વિભાગ તેમજ વન્ય જીવ સરક્ષણ અર્થે કાર્યરત એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના સભ્યો દ્વારા વન્ય જીવ સપ્તાહ ઉજવણી અંતર્ગત વન્ય જીવ જાગૃતિ સેમીનારનું આયોજન કરાયું હતું.
જેમાં વન વિભાગના આર.એફ.ઓ સોલંકી , ખીમભાઈ ચાવડા અને કોટા ભાઈએ કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કર્યું હતું.
આ તકે ખાસ એનિમલ લવર્સના પ્રમુખ અને રેસક્યુઅર અશોકભાઈ ભટ્ટ દ્વારા આપણી આસપાસ સામાન્ય જોવા મળતો વન્યજીવ સાપ વિશે સામન્ય જાણકારી, ઝેરી/બિનઝેરી સાપોની પ્રજાતિ, સાપો વિશે ખોટી અંધશ્રદ્ધાઓ, સાપદંશની પ્રાથમિક સારવાર, જેવી અગત્યની ઉપયોગી માહિતી પોસ્ટર અને બેનર દ્વારા તેમજ વન વિભાગના કોટા ભાઈ દ્વારા વન્ય જીવોની સરક્ષણ અંગેના કાયદા વિશે માહિતગાર કરાયા હતા.
કાર્યક્રમના અંત ભાગમાં પી.આઈ. પી.પી.બ્રહ્મભટ્ટ દ્વારા પણ વન્યજીવ સરક્ષણ અને જતન માટે હાજર સૌને અપીલ કરી હતી.
આ સેમિનારમાં ભાણવડના પી.આઇ. પી.પી. બ્રહ્મભટ્ટ , પી.એસ.આઇ. કે.કે.મારું , એન.એન. વાળા , પી.કે.ડાંગર , તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ, જી.આર.ડી સ્ટાફ, ટી.આર.બી. સ્ટાફ, હોમગર્ડ સ્ટાફ, ઉપરાંત વન વિભાગના આર. એફ.ઓ સોલંકી , ખીમભાઈ ચાવડા , સહિત એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ, મેરામણ ભાઈ, રણજીત કારાવદરા,અક્ષય,બિપીન, નિમિષ વગેરે જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech