દાંમ્પત્ય જીવનની શરૂઆત થાય પહેલા જ ભાવનગર પંથકના યુવકના અરમાનો ભાંગીને ભુક્કો થઇ ગયા હતા. લગ્ન કર્યાના પાંચ દિવસમાં પત્નીએ છૂટાછેડા આપ્યા વગર જ બીજા લગ્ન કરી લીધા હતા. યુવકના લગ્ન થયાને બે-ત્રણ દિવસ બાદ સાળંગપૂર દર્શન કરવા માટે ગયા હતા ત્યારે પત્નીએ પતિને તરસ લાગી છે પાણીની બોટલ લઇ આવવાનું કહેતા પતિ પાણીની બોટલ લેવા ગયો હતો. પરત આવતા પત્ની લાપતા બની હતી. આ અંગે યુવકે પત્ની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભાવનગરના યુવક સાથે લગ્ન થયા હતા
ભાવનગરના વલ્લભીપુરના રંગપુર ગામે રહેતા અને હીરાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશ દેવજીભાઈ વઢવાણા (ઉ.વ.26)ના યુવકએ બગસરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.12-2-25ના જસદણના જૂંડાળા ગામે રહેતા મુળજીભાઈ માવજીભાઈ મારુની દીકરી ગીતા સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ કર્યા હતા.
લગ્ન બાદ પતિ-પત્ની સાળંગપૂર દર્શન કરવા માટે ગયા
લગ્ન બાદ તા.15ના પતિ-પત્ની સાળંગપૂર દર્શન કરવા માટે ગયા હતા ત્યારે પત્નીના ફોનમાં કોઈનો ફોન આવ્યો હતો. આ બાબતે પૂછતાં મને જવાબ આપ્યો નહતો અને પોતાને તરસ લાગી છે પાણી લઈ આવો એમ કહેતા હું પાણીની બોટલ લેવા માટે ગયો હતો. એટલામાં પત્ની ત્યાં જોવા ન મળતા આજુબાજુમાં શોધખોળ કરી છતાં મળી ન આવતા આ બાબતે સસરાને જાણ કરતા અમે બંનેએ શોધખોળ શરૂ કરી હતી.
લગ્ન કર્યા હતા એ વિગત સોગંધનામામાં છુપાવી
તા.18-2ના પત્ની ગીતાએ બગસરાના સમઢીયાળા ગ્રામ પંચાયતનું ગીતા નીતિનભાઈ ચૌહાણ નામનું મેરેજ સર્ટિફિકેટ મને વોટ્સએપ કરતા હું અને મારા સસરા ગ્રામ પંચાયતમાં તપાસ કરવા માટે ગયા હતા. ત્યાં તેણે નીતિન ધીરુભાઈ ચૌહાણ (રહે-રાજકોટ)ના સાથે લગ્ન કરી લીધાનું જાણવા મળ્યું હતું. પરંતુ તેણીએ મારી સાથે જે લગ્ન કર્યા હતા એ વિગત સોગંધનામામાં છુપાવી હતી. આથી યુવક અને સસરાએ બગસરા પોલીસ મથકમાં ગીતા નીતિન ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની 2 એપ્રિલની ટેરિફ ડેડલાઈન પહેલાં વ્હાઇટ હાઉસના અધિકારીઓ મૂંઝવણમાં
March 31, 2025 10:32 AMઅમેરિકાની ધમકીના પગલે ઈરાને મિસાઈલો તૈનાત કરી
March 31, 2025 10:17 AMબુલેટ ટ્રેનની મુસાફરી માટે 4 વર્ષ રાહ જોવી પડશે, જાણો અત્યારસુધીમાં કેટલું કામ પૂર્ણ થયું
March 31, 2025 10:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech