નેશનલ એજયુકેશન પોલિસી નો મૂળ મુદ્દો કસોટીનો ભાર ઘટાડવાનો છે અને તેના બદલે ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન લાવવા પર ભાર મૂકાયો છે. એકમ કસોટીના સ્થાને વાંચે ગુજરાત, ખેલ ગુજરાત, બાળ મેળો , મોજીલો શનિવાર, પ્રવાસ, પર્યટન જેવી બાબતોનો સમાવેશ કરી ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન કરી શકાય તેમ છે. પરંતુ આ તમામ રજૂઆતો પછી પણ એકમ કસોટીનો નિર્ણય લેવામાં આવતા વિરોધ શ થયો છે.
રાજયમાં ધોરણ– ૧થી ૧૨માં વિધાર્થીઓ માટે લેવામાં આવતી એકમ કસોટીને લઈને વિરોધનો વંટોળ શ થયો છે. સૌપ્રથમ શિક્ષણ વિભાગના પૂર્વ અધિકારીએ તેનો વિરોધ કર્યા બાદ અનેક શિક્ષણવિદો એ પણ આ મુદ્દે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. ઉપરાંત પ્રાથમિક શિક્ષક સઘં પણ એકમ કસોટી ૨દ્દ થાય તેની તરફેણમાં છે. જોકે, હજુ સુધી એકમ કસોટી ને લઈને કોઈ જ નિર્ણય કરાયો નથી આથી જીસીઆરટી ના પૂર્વ નિયામક દ્રારા ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે જેને શૈક્ષણિક સંગઠનો એ ટેકો આપ્યો છે બીજી બાજુ ગઈકાલે શિક્ષણ વિભાગે એકમ કસોટી માટે બેઠક બોલાવી હતી તે મોકૂફ રહેતા હવે આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરાવશે
પ્રા માહિતી અનુસાર, રાજયની સ્કૂલોમાં લેવામાં આવતી ધોરણ– ૧થી ૧૨ ની એકમ કસોટી ને લઈને હવે ઠેરઠેર વિરોધ ઊભો થયો છે. રાયના જીસીઆરટી ના પૂર્વ નિયામક નલીન પંડિત દ્રારા એકમ કસોટી નાબૂદ કરવા માટે પોતાના નિવાસસ્થાને ઉપવાસ કરશે. જેને ઘણા શૈક્ષણિક સંગઠનો દ્રારા પણ ટેકો જાહેર કર્યેા છે.
શિક્ષણ સાથે જોડાયેલા જાણીતા પ્રિન્સિપાલ એવોર્ડથી પ્રા શિક્ષણવિદો કિરીટ જોશી, પરેશ ત્રિવેદી, વૈશાલી શાહે રજૂઆત કરી હતી કે, ધોરણ– ૧ થી ૧૨ માં લેવામાં આવતી એકમ કસોટી દૂર થવી જોઈએ. જે અંગે તેમણે પણ રજૂ કર્યા હતા. આમ, છતાં એકમ કસોટી ને લઈને કોઈ જ નિરાકરણ ન આવતા શિક્ષણ વિભાગના જ પૂર્વ અધિકારીએ ઉપવાસ આંદોલન શ કયુ છે.
નેશનલ એયુકેશન પોલિસીનો મૂળ મુદ્દો કસોટીનો ભાર ઘટાડવાનો છે અને તેના બદલે ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન લાવવા પર ભાર મૂકાયો છે. એકમ કસોટીના સ્થાને વાંચે ગુજરાત, ખેલે ગુજરાત, બાળ મેળો, મોજીલો શનિવાર, પ્રવાસ, પર્યટન જેવી બાબતોનો સમાવેશ કરી ૩૬૦ મૂલ્યાંકન કરી શકાય તેમ છે. પરંતુ આ તમામ રજૂઆતો પછી પ કસોટી ને લઈને નિર્ણય ન લેવાતા પૂર્વ અધિકારી નલીન પંડિતે ઉપવાસ કરવાનું નક્કી કયુ છે. જેમાં અન્ય શૈક્ષણિક સંગઠનો દ્રારા પણ ટેકો જાહેર કરાયો છે. અમદાવાદ મ્યુનિ. શિક્ષક મંડળ દ્રારા પણ એકમ કસોટીનો વિરોધ કરવામાં આવ્યો છે અને ઉપવાસને ટેકો આપ્યો છે.
રાયના સૌથી મોટા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જૈમિન પટેલે જણાવ્યું હતું કે, એકમ કસોટી ને લઈને રજૂઆત કરી હતી, બાદ એક બેઠક બોલાવવામાં આવી હતી.તે મોકૂફ રહી છે.આગામી દિવસોમાં એકમ કસોટી ને લઈને બેઠકની નવી તારીખ જાહેર કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech