45 વર્ષથી મોટી ઉંમરના નાગરિકો માટેની કોરોના રસીકરણ ઝુંબેશને શહેરીજનોનો બહોળો પ્રતિસાદ

  • April 02, 2021 08:18 PM 

સામાજિક સંસ્થા દ્વારા મેગા કેમ્પના આયોજન : તા. 31માર્ચ સુધીમાં જામનગર શહેરમાં 42,226 તેમજ જિલ્લામાં 93,269 સહીત કુલ 1,35,495 લોકોને રસીકરણ

કોરોના સંક્રમણથી બચવા માટે જામનગર જિલ્લામાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના પ્રતિરોધક રસીઆપવાની કામગીરીનો પ્રારંભ થઇ ચૂકયો છે.શહેર કક્ષાએ તમામ યુ.પી.એચ.સી., જી.જી. હોસ્પિટલ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટર, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો ખાતે આ રસી વિના મૂલ્યે આપવામાં આવી રહી છે.

જામનગર ખાતે કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશમાં લોકોનો પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે. કોરોનાની રસી લેવાથી અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય છે. ત્યારે જામનગરની અનેક સેવા સંસ્થાઓ વેક્સિનેશન કેમ્પના આયોજનો કરી માનવ સેવાના ભગીરથ કાર્યમાં જોડાઇ રહી છે.

તા. 31 માર્ચ સુધીમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારના 27  તેમજ જામનગર જિલ્લાના કુલ 256 સેન્ટર પરથી જામનગર જિલ્લાના 1,35,495 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે.તા. 31 માર્ચ સુધીમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 45 થી 59 વર્ષની ઉંમરના 4,599 કોમોર્બિડ લોકોને તેમજ 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના 21,579 લોકોને રસીકરણ કરાયું છે. આ ઉપરાંત 5,887 ફ્રંટલાઇન વર્કર્સ અને 10,161 હેલ્થલાઇન વર્કર્સને રસી આપવામાં આવી છે.

જયારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 45 થી 59 વર્ષની ઉંમરના 7,655 કોમોર્બિડ લોકોને તેમજ 60 વર્ષ કે તેથી મોટી ઉમરના 71,012 લોકોને રસીકરણ કરાયું છે. આ ઉપરાંત 10,372ફ્રંટલાઇન વર્કર્સ અને 4,230 હેલ્થલાઇન વર્કર્સને રસી આપવામાં આવી છે.

વળી, વેકસીન સાથે જ જામનગર જિલ્લામાં ટેસ્ટીંગ અને ટ્રેસિંગને પણ વધુ સઘન બનાવી કોરોના સામે ફરી લડત આપવામાં આવશે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા જામનગર જિલ્લામાં રોજ 4000 ટેસ્ટ કરવામાં આવશે, જેમાં 3200 આર.ટી.પી.સી.આર અને 800 જેટલા એંટીજન ટેસ્ટ કરવામાં આવશે. કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે ત્યારે ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેંટના મંત્ર સાથે વેક્સિંગને જોડી જામનગર વહીવટીતંત્ર લડત આપી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS