6 એપ્રિલ 2026ના રોજ દુબઈના બજારમાં સોનાના ભાવ રોકાણકારો માટે ચર્ચાનો વિષય બન્યા છે. પશ્ચિમ એશિયામાં વધતા સૈન્ય સંઘર્ષને કારણે સલામત રોકાણ તરીકે સોનાની માંગ વધી છે, જેના કારણે વૈશ્વિક બજારમાં કિંમતો વધી રહી છે. દુબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ અંદાજે 565 AED (યુએઈ દિરહામ) ની આસપાસ ચાલી રહ્યો છે.
દુબઈના મુખ્ય જ્વેલર્સમાં આજનો સોનાનો ભાવ
દુબઈના જાણીતા શોરૂમ્સમાં સોનાના ભાવમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે, જે મેકિંગ ચાર્જ અને લાઈવ માર્કેટ રેટ પર આધારિત છે:
Kalyan Jewellers: 24 કેરેટ સોનું 565.25 AED અને 22 કેરેટ 523.25 AED.
iGold Live Rate: 24 કેરેટ 569.68 AED અને 22 કેરેટ 527.44 AED.
Malabar Gold & Diamonds: 22 કેરેટનો ભાવ 523.25 AED નોંધાયો છે.
Joyalukkas: 24 કેરેટ સોનું અંદાજે 565.25 AED ની આસપાસ સ્થિર છે.
અન્ય ગ્રેડ: 21 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ અનુક્રમે 501-503 AED અને 430-431 AED ની વચ્ચે ચાલી રહ્યા છે.
ભારતીયો માટે કેમ સસ્તું પડે છે દુબઈનું સોનું?
આજે 1 UAE દિરહામની કિંમત અંદાજે ₹25.33 છે. ભારતમાં સોના પર લાગતી ઉંચી ઈમ્પોર્ટ ડ્યુટી અને જીએસટીના કારણે દુબઈમાં સોનું ખરીદવું ભારતીયો માટે હંમેશા સસ્તું રહે છે. આ જ કારણ છે કે પ્રવાસીઓ ત્યાંથી જ્વેલરી ખરીદવાનું વધુ પસંદ કરે છે.
દુબઈથી ભારત કેટલું સોનું લાવી શકાય?
ભારતીય કસ્ટમ્સના નિયમો મુજબ જો તમે વિદેશમાં એક વર્ષથી વધુ સમય રહ્યા હોવ, તો તમે 'ડ્યુટી ફ્રી' (ટેક્સ વગર) સોનું લાવી શકો છો, પરંતુ તેની મર્યાદા નક્કી છે:
મહિલાઓ માટે: 40 ગ્રામ સુધીની સોનાની જ્વેલરી
પુરુષો માટે: 20 ગ્રામ સુધીની સોનાની જ્વેલરી
ડ્યુટી ફ્રી સુવિધા માત્ર જ્વેલરી પર જ મળે છે. જો તમે સોનાના સિક્કા (Coins) કે લગડી (Bars) લાવો છો, તો તમારે પહેલા ગ્રામથી જ કસ્ટમ ડ્યુટી ભરવી પડશે. તમે કુલ 1 કિલો સુધી સોનું લાવી શકો છો, પરંતુ નિર્ધારિત મર્યાદા બહારના સોના પર લાગુ પડતો ટેક્સ ચૂકવવો અનિવાર્ય છે. વૈશ્વિક તણાવને જોતા નિષ્ણાતો માને છે કે સોનાના ભાવમાં હજુ પણ વધઘટ થઈ શકે છે. તેથી, જેઓ લગ્નસરા કે રોકાણ માટે સોનું ખરીદવા માંગે છે, તેમણે બજારની સ્થિતિ સમજીને જ આગળ વધવું જોઈએ.