શા માટે ઉજવાય છે વિશ્વ સાયકલ દિવસ ?

  • June 03, 2024 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દર વર્ષે વિશ્વ સાયકલ દિવસ આજે એટલે કે 3જી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનું કારણ સમગ્ર વિશ્વમાં સાયકલનું મહત્વ બતાવવાનું છે.


વિશ્વ સાયકલ દિવસ


વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ડૉક્ટરો અને નિષ્ણાતો પણ સાઈકલ ચલાવવાની સલાહ આપે છે. કારણ કે નિયમિત રીતે સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે સારી છે. તમને જણાવી દઈએ કે આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 3 જૂન 2018ના રોજ જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી.



વિશ્વ સાયકલ દિવસની ઉજવણી સત્તાવાર રીતે 3 જૂન, 2018 ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુએનના અધિકારીઓ અને ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ દિવસની ઉજવણીની શરૂઆતથી જ સાયકલ ચલાવવાનું મહત્વ અને તેના સ્વાસ્થ્ય લાભો પણ સમજાવવામાં આવ્યા હતા. ત્યારથી આ દિવસને સમગ્ર વિશ્વમાં સાયકલ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું.


સાયકલ કેપિટલ


નેધરલેન્ડને વિશ્વની સાયકલ રાજધાની પણ કહેવામાં આવે છે. કારણકે અહીંની વસ્તી માત્ર 170 લાખ છે. પરંતુ અહીં સાયકલની સંખ્યા 2 કરોડથી વધુ છે.


સાયકલ દિવસની ઉજવણી ક્યારે શરુ થઇ?


વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનો હેતુ માત્ર આરોગ્ય અને પર્યાવરણ વિશે વિશ્વને જાગૃત કરવાનો હતો. આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર આ દિવસ દ્વારા વિશ્વભરના દેશોને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમોમાં સાયકલનો સમાવેશ કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે. આ ઉપરાંત રાહદારીઓની સલામતી અને સાયકલ ચલાવવાની સલામતીને પણ પ્રમોટ કરવાની હતી.


સાયકલ ચલાવવાના ફાયદા


• કેલરી બર્ન કરવા માટે સાયકલ ચલાવવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તે સ્નાયુઓ બનાવવામાં, વજન ઘટાડવામાં અને એકંદર ફિટનેસમાં સુધારો કરવામાં મદદ કરે છે.


• જો નિયમિત રીતે સાઈકલ ચલાવો છો, તો શરીર વધુ લચીલું બને છે.


• નિયમિત સાયકલ ચલાવવાથી શરીરની મુદ્રામાં સુધારો થાય છે. તે શરીરના ઉપરના ભાગમાં સંકલન અને શક્તિ પણ વધારે છે.


• સાયકલ ચલાવવાથી શરીરની ફિટનેસ સારી રહે છે અને શરીરનું વજન વધતું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application