મુસ્લિમ દેશ સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધોમાં હંમેશા તિરાડ રહી છે. સાઉદીએ 1948માં ઈઝરાયેલની રચના બાદ ક્યારેય આ દેશને માન્યતા આપી નથી અને ઈઝરાયેલ સાથે કોઈપણ પ્રકારના રાજદ્વારી સંબંધોથી હંમેશા અંતર રાખ્યું છે પરંતુ હવે સાઉદી ઈઝરાયલે શાંતિ કરાર કર્યો છે. બંને વચ્ચેના આ કરારમાં અમેરિકા મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
જ્યાં એક તરફ સાઉદી અરેબિયા ઈઝરાયલ સાથે સંબંધોને સામાન્ય બનાવવા માટે સમજૂતી કરવા જઈ રહ્યું છે તો બીજી તરફ ક્રાઉન પ્રિન્સ સલમાને કંઈક એવું કહ્યું જેનાથી બધા ચોંકી ગયા. ક્રાઉન પ્રિન્સે યુએસ કોંગ્રેસને જણાવ્યું હતું કે ઈઝરાયેલ સાથે કરાર કરીને તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
સાઉદીના રાજાએ શું કહ્યું?
સાઉદી ક્રાઉન પ્રિન્સ સલમાને ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે ઇજિપ્તના રાજા અનવર સદાતે ઇઝરાયેલ સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા ત્યારે 1981માં તેમની હત્યા કરવામાં આવી હતી. ક્રાઉન પ્રિન્સે કહ્યું કે અમેરિકાએ સદાતની સુરક્ષા માટે તેનો જીવ બચાવવા માટે શું કર્યું? પ્રિન્સ સલમાને એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે જો આપણે ઈઝરાયેલ સાથે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરીએ તો મારે પણ આવા જ જોખમનો સામનો કરવો પડી શકે છે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે વધી ચિંતા
ગયા વર્ષથી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સાઉદીની ચિંતા વધી ગઈ છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની આગમાં આખુ ગાઝા સળગી રહ્યું છે, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર ગાઝામાં અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેના કારણે અરબ લોકો ઈઝરાયેલ પર નારાજ છે.
છતાં ક્રાઉન પ્રિન્સ ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો શરૂ કરવા માટે પગલાં લઈ રહ્યા છે. જ્યારે ક્રાઉન પ્રિન્સ સલમાન સંભવિત જોખમોને સંપૂર્ણ રીતે સમજી રહ્યા છે.
કરાર શું છે?
ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચેના કરારમાં અમેરિકા મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જોકે આ કરારમાં અમેરિકાનો ઉદ્દેશ્ય સાઉદી અરેબિયા સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનો છે. આ ડીલના બદલામાં સાઉદી અરેબિયાએ ચીન સાથે તેની વાતચીત મર્યાદિત કરવી પડશે. આ સાથે આ કરાર હેઠળ સાઉદી અરેબિયા ઈઝરાયેલ સાથેના સંબંધોને પણ સામાન્ય બનાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર
May 14, 2025 11:38 AMસબકા અપના અપના નોર્મલ : આમીરની નવી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર આઉટ
May 14, 2025 11:35 AMરાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાળ સમેટાઈ
May 14, 2025 11:30 AMઆખરે સલમાન ખાને લગ્ન ન કરવાનું સાચું કારણ જણાવ્યું, જાણો સિંગલ રહેવાનું શું છે સિક્રેટ ?
May 14, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech