પારસીઓનું જીવન લાંબું કેમ ? અમુક પ્રકારના કેન્સર તેમને કેમ થતાં નથી ?

  • October 02, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત, ઈરાન, મધ્ય પૂર્વના દેશો, યુએસ અને ઓસ્ટ્રેલિયામાં ફેલાયેલા પારસી સમુદાય માટે દીર્ધાયુષ્ય સામાન્ય બાબત છે. પણ પારસીઓ શા માટે અન્ય સમુદાયો કરતાં લાંબું જીવે છે? શા માટે તેઓને ફેફસાં કે કેન્સરના પ્રમાણમાં ઓછા કેસો હોય છે ?, તેમનામાં પાર્કિન્સન, અલ્ઝાઈમર અને અન્ય ન્યુરોડીજનરેટિવ રોગોનો વ્યાપ વધ્યો છે? આવા પ્રશ્નો પરવિઝ ભોટ કે જે એક નિવૃત્ત અંગ્રેજી લિટરેચર પ્રોફેસર છે તેમને થયા. જે બાદ પરવિઝએ તેમના આનુવંશિક ઇતિહાસ વિશે વધુ જાણવા માટે ૨૦૦૮ માં ૧૦,૦૦૦ એવેસ્ટેજેનોમ પ્રોજેકટ માટે સાઇન અપ કર્યા હતા. ૭૨ વર્ષીય પરવિઝએ લગભગ ૧૫ વર્ષ પહેલાં પ્રોજેકટના સંશોધકોને રકતના નમૂનાઓ અને તેના પરિવારના તબીબી ઇતિહાસની વિગતો આપી હતી.


બેંગ્લોર સ્થિત લાઇફ સાયન્સ ફર્મ દ્રારા શ કરાયેલો આ પ્રોજેકટ પારસીઓમાં આનુવંશિક જોખમી પરિબળોને ઓળખવા માંગે છે. મોટાભાગના મનુષ્યોની આનુવંશિક રચના ૯૯ ટકા સમાન હોય છે, પારસી અંતર્વિવાહ સમુદાય (લોકો જેઓ તેમના પોતાના સમુદાયમાં લ કરે છે) હોવાથી સંશોધકોને સામાન્ય વસ્તીમાં રોગો કેવી રીતે થાય છે તે વધુ સરળતાથી સમજી શકે છે.
આ પ્રોજેકટ, જે ૨૦૨૫ સુધીમાં વિશ્વભરના ૧૦,૦૦૦ પારસીઓ પાસેથી સેમ્પલ એકત્રિત કરવાનો લયાંક ધરાવે છે, તેણે અત્યાર સુધીમાં દીર્ધાયુષ્ય સાથે જોડાયેલા ૨૧૭ અનન્ય પ્રકારો અને કેન્સર, ન્યુરોડિજનરેટિવ અને દુર્લભ રોગો જેવી ૪૧ સંબંધિત પરિસ્થિતિઓને શોધી કાઢી છે


પંદર વર્ષ પછી, ૪,૭૦૦ ઝોરોસ્ટિ્રયન પારસીઓના નમૂનાઓ હવે પ્રોજેકટની બાયોબેંકનો એક ભાગ છે અને પ્રોજેકટ શ થયાના લગભગ બે દાયકા પછી, ડો. વિલ્લુ મોરાવાલા–પટેલ દ્રારા સ્થપાયેલી કંપની એવેસ્ટેજેન લિમિટેડે ભારતના અન્ય સમુદાયો કરતાં પારસીઓની સરેરાશ આયુષ્ય કેમ વધારે છે તે સમજાવવાની આશામાં ૪૦૦ નમૂનાઓનું જીનોમ વિશ્લેષણ પૂર્ણ કયુ છે. વિવિધ રોગચાળાના અભ્યાસો અનુસાર, ભારતમાં સરેરાશ પારસી લગભગ ૮૫ વર્ષની વય સુધી જીવે છે, જે દેશના અન્ય સમુદાયોના સભ્યો કરતાં લગભગ ૧૦ વર્ષ વધુ છે.


તેમના ઉચ્ચ આયુષ્ય ઉપરાંત, પ્રોજેકટ સંશોધકોએ જણાવ્યું હતું કે પારસીઓમાં તમાકુ–સંબંધિત કેન્સરના સંશોધન માટે એક આદર્શ ગ્રુપ છે કારણ કે ધર્મને અનુસરતા આ સમુદાયે રીતે ધૂમ્રપાનનો ત્યાગ કર્યેા છે. સર્જનના તત્વો – અિ, પાણી, વાયુ, પૃથ્વી અને આકાશઅવકાશ પારસી ધર્મમાં મહત્વપૂર્ણ છે, જેમાં અિ પર વિશેષ ભાર છે. સંશોધકોએ જણાવ્યું હતું કે અિ પ્રત્યેની આ પૂજા સદીઓથી મોટાભાગના પારસીઓને ધૂમ્રપાનથી દૂર રાખે છે.


પ્રોજેકટ લીડર કશ્યપ કૃષ્ણસામીએ જણાવ્યું હતું કે,આ સામાજિક પ્રથાને કારણે, ઝોરોસ્ટિ્રયન પારસી જનીનો અમને બાયો–માર્કર્સ (વિશિષ્ટ્ર જૈવિક પરિસ્થિતિઓની હાજરી દર્શાવતા જનીનો) દર્શાવવામાં મદદ કરી શકે છે જે તમાકુના ઉપયોગથી થતા રોગો વિષે માહિતી આપે છે, જેમ કે ફેફસાં, માથું અને ગરદનનું કેન્સર. અમે અમારી પુષ્ટ્રિ કરી રહ્યા છીએ કે ચેન–સ્મોકર્સને સરખામણીમાં ફેફસાના કેન્સર થવાનું જોખમ કેટલું છે. તેમણે ઉમેયુ હતું કે લિકિવડ બાયોપ્સી–આધારિત ડાયોસ્ટિક ડેવલપમેન્ટસના અધતન ક્ષેત્રમાં મૃત્યુના નિયમન માટે મોલેકયુલર મિકેનિઝમ્સ માટે આનુવંશિક કોડ શોધી કાઢો છે. સંશોધકોને આ મિકેનિઝમ્સનો એક રસપ્રદ ઇન્ટરપ્લે મળ્યો છે, જે ફેફસાના કેન્સરની આગાહીમાં મહત્વનો ફાળો આપે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application