દેશમાં માત્ર એક જ રાજધાની કેમ હોય શકે? મમતાનો સવાલ

  • January 24, 2021 02:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળમાં મમતા અને મોદી હવે સામે સામે આવી રહ્યાં હોય એમ લાગે છે. હાલ સુધીમાં ચૂંટણીને લઈને એક બીજા ઉપર વાર કરતા રહેલા મમતા બેનર્જી અને ભાજપ ધીમે ધીમે વધું આક્રામ બનતા જણાય છે. આજે તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુભાષચંદ્ર બોઝની 125મી જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક રેલી કાઢી હતી અને રેલીમાં સંબોધન કરતા કહયું હતું કે ભારતમાં ચાર રોટેટિંગ રાજધાનીઓ હોવી જોઈએ. અંગ્રેજોએ કોલકાતામાં રહેતાં સમગ્ર દેશમાં રાજ કર્યું હતું. દેશમાં ફક્ત એક જ રાજધાની કેમ હોય શકે?

 

આ ઉપરાંત મમતા બેનર્જીએ કોલકાતા પોર્ટનું નામ શ્યામાપ્રસાદ મુખર્જીના નામ પર રાખવાને લઈને બીજેપી પર નિશાન સાધવાનું ચુક્યા નહોતા. બંગાળના રાજકારણમા વાઘણ ગણાતા મમતા બેનર્જી ભાજપને ટાર્ગેટ કરવાનું ચૂકતા જ નથી અને રેલીમાં કહ્યું હતું કે, આઝાદ હિંદ સ્મારક કેમ ન બનવું જોઈએ? કેન્દ્ર સરકાર તો વિસ્ટા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક સમુદાયના લોકો હતા. તેઓના વિચાર ભારતને સંગઠિત રાખવાના હતા, ભાગલા પાડવાના ન હતા. અંગ્રેજીએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. બીજેપી લોકોના ભાગલા ઈચ્છે છે. મારી લડાઈ દેશ માટે છે. મમતાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે હજુ સુધી 23 જાન્યુઆરીને રજા તરીકે જાહેર કરી નથી. હું માગ કરું છું કે તેને તરત અમલ કરવામાં આવે. આ માટે મમતાએ બે પાનાનો પત્ર પણ કેન્દ્રને લખ્યો હતો અને રેલીમાં પણ રજાની માગ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application