અન્ય રાજયના ભાજપના પૂર્વ મુખ્યમંત્રીઓને ટિકિટ: વિજય રૂપાણીને કેમ ન અપાઇ ?

  • March 09, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપે ગુજરાતની ૨૬ બેઠક માટે ૧૫ ઉમેદવારના નામનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણીને ટિકિટ મળશે તેવી આશા હતી પરંતુ તે ફળીભૂત ન થતાં તેના સમર્થકો ભારે નારાજ થયા છે અને ખાનગીમાં વિજયભાઈ ને શા માટે ટિકિટ ન મળી? તેવા સવાલો એકબીજાને પૂછી રહ્યા છે.

ચર્ચામાં માત્ર વિજયભાઈનો જ મુદ્દો નથી. પરંતુ સાથો સાથ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ ટિકિટ શા માટે ન મળી? તેવા સવાલો પૂછાઇ રહ્યા છે. નીતિનભાઈ પટેલે તો ટિકિટ માટે દાવો પણ કર્યેા હતો અને થોડા સમય અગાઉ લીસ્ટ જાહેર થયું તે પૂર્વે દાવેદારી પાછી પણ ખેંચી હતી.

ભાજપમાં ટિકિટના અનેક દાવેદારો હોવાના કારણે ઘણા કપાય તે સ્વાભાવિક છે. પરંતુ વિજયભાઈના સમર્થનમાં એવી દલીલ કરવામાં આવે છે કે ભાજપે ગુજરાત સહિત દેશના અન્ય રાયો માટે પ્રથમ જે લિસ્ટ જાહેર કયુ છે તેમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બીપ્લવકુમાર દેવ અને આસામના પૂર્વ મુખ્યમંત્રી સરબાનદં સોનવલના પણ નામો છે. તેને આગળ ધરીને વિજયભાઈ માટે દલીલ કરવામાં આવે છે. ટિકિટની જાહેરાત થઈ તે પહેલા વિજયભાઈ પાણીએ 'જો પક્ષ આદેશ આપશે તો ચૂંટણી લડીશ' તેવી વાત કરી હતી. પરંતુ ટિકિટ માટે દાવેદારી કરી ન હતી.


એક એવી પણ દલીલ કરવામાં આવે છે કે કેરળના પૂર્વ મુખ્યમંત્રી એ.કે.એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીને ભાજપે ટિકિટ આપી છે. કેરળમાં ચાર વખત મુખ્યમંત્રીપદની જવાબદારી સંભાળનાર પૂર્વ મુખ્યમંત્રી કે. કણાકરનની પુત્રી પધ્મજા વેણુગોપાલને પણ ટિકિટ મળે તેવી શકયતા છે. પદમજા આ અગાઉ એક વખત લોકસભાની અને ત્રણ વખત ધારાસભાની ચૂંટણી લડી ચૂકયા છે પરંતુ એક પણ વખત વિજેતા થયા નથી. જો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રીના પરિવારજનોને ટિકિટ મળે તો મૂળ ભાજપના હોય તેમને કેમ નહીં?

નીતિનભાઈ પટેલ માટે એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશના પ્રમુખ સી. આર પાટીલે એવી કોમેન્ટ કરી હતી કે 'નીતિનભાઈ પટેલ હિન્દી શીખી રહ્યા છે'.તેમની આ કોમેન્ટ પછી નીતિનભાઈ ને ટિકિટ મળશે તેવી આશા જાગી હતી પરંતુ હવે ટિકિટ મળી નથી અને 'આશા અમર છે' ની જેમ નીતિનભાઈ ને ચૂંટણી પૂરી થયા પછી કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવશે તેવી વાતો થઈ રહી છે.
ઉમેદવારોનું ભાજપનું બીજું લીસ્ટ નજીકના ભવિષ્યમાં બહાર પડશે. સૌરાષ્ટ્ર્રની ચાર સહિત ૧૧ બેઠકના ઉમેદવારોના આ લીસ્ટમાં અન્ય કોઈ બેઠકમાં વિજયભાઈ પાણી સેટ થતા ન હોવાથી હવે તેને ટિકિટ મળે તેવી કોઈ આશા નથી. યારે નીતિનભાઈ પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application