રશિયાના એક પછી એક અવકાશ મિશન શા માટે નિષ્ફળ જાય છે ?

  • August 21, 2023 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રશિયાનું મૂન મિશન લૂના–૨૫ ફેઇલ થઇ ગયુ છે, આ પછી હવે દુનિયાની નજર ભારતના મૂન મિશન ચંદ્રયાન–૩ પર ટકી છે. આ બધાની વચ્ચે એક સવાલે દરેકના મનમાં ઘર કર્યેા છે કે, સ્પેસનું પબાદશાહથ ગણાતુ રશિયા અચાનક કેમ સ્પેસમાં નબળુ પડી રહ્યું છે. રશિયાને એક સમયે અવકાશમાં મહાસત્તા તરીકે દેખાતુ હતું. સ્પૂતનિકના પમાં વિશ્વનો પ્રથમ ઉપગ્રહ છોડવાથી લઈને યૂરી ગાગરીનના પમાં પ્રથમ માણસને અવકાશમાં મોકલવા સુધી, રશિયાએ આ મિશન દ્રારા અવકાશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કયુ. જોકે હવે સમય બદલાઈ ગયો છે અને તેની અસર રશિયામાં પણ જોવા મળી રહી છે. તેના સ્પેસ મિશન હવે પહેલા જેટલા સફળ રહ્યા નથી.

રવિવાર રશિયા માટે ખરાબ સમાચાર લઈને આવ્યો. ૪૭ વર્ષ પછી ચંદ્રની સપાટી પર પહોંચવાનું સપનું જોનાર રશિયાને યારે તેનું લૂના–૨૫ અવકાશયાન ચદ્રં પર ઉતરતા પહેલા ક્રેશ થયું ત્યારે નિરાશ થઈ ગયું. આટલી લાંબી પ્રતીક્ષા પછી પણ રશિયાનું ચદ્રં જીતવાનું સપનું અધૂં રહી ગયું. આ જ કારણ છે કે હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે એક સમયે અંતરિક્ષ પર રાજ કરનાર રશિયાનું શું થયું કે તે આ ક્ષેત્રમાં પાછળ છે.

તાજેતરમાં જ રશિયાનું મિશન થયું છે ફેઇલ
સ્પેસ પોલીસી ઓનલાઈન અનુસાર, લૂના–૨૫ એકમાત્ર એવું મિશન નથી જેના કારણે રશિયા નિરાશ થયું છે. છેલ્લા ૧૦થી ૧૨ વર્ષેામાં રશિયાના આવા અનેક સ્પેસ મિશન થયા છે, જેની નિષ્ફળતાએ રશિયાની સ્પેસની શકિત પર સવાલો ઉભા કર્યા છે. ચાલો તમને રશિયાના કેટલાક મોટા અંતરિક્ષ મિશન વિશે જણાવીએ, જે નિષ્ફળ રહ્યાં છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application