ગુજરાતના કથિત એન્કાઉન્ટર કેસમાં તપાસ માટે પીઆઈએલ શા માટે?

  • January 19, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે ૨૦૦૨ થી ૨૦૦૬ દરમિયાન થયેલા કથિત એન્કાઉન્ટરોની તપાસ કરી રહેલા અરજદારે પોતાનું જાહેર હિત બતાવવાની જર છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે અરજદારોએ પસંદગીના જાહેર હિતને કારણે આ કેસમાં સુનાવણીની માંગ કરી છે.

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે રાયમાં ૨૦૦૨ અને ૨૦૦૬ વચ્ચે થયેલા કથિત એન્કાઉન્ટરોની તપાસની માંગણી કરનાર અરજદારે આ મામલે તેના જાહેર હિતને સમજાવવાની જર છે. સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજદાર બી.જી વર્ગીસ, ગીતકાર જાવેદ અખ્તર અને શબનમ હાશ્મી દ્રારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે પસંદગીના જાહેર હિત માટે કારણો આપવાની જર છે.સુપ્રીમ કોર્ટમાં મહેતાએ કહ્યું હતું કે અરજદારો ગુજરાતમાં એક સમયગાળા દરમિયાન થયેલા કથિત એન્કાઉન્ટરની તપાસની માંગ કરી રહ્યા છે પરંતુ જવાબ આપવો પડશે કે પસંદગીયુકત અભિગમ સાથેની આ પીઆઈએલ શા માટે દાખલ કરવામાં આવી છે? આનો જવાબ આપવો પડશે. અરજદારે કોર્ટને તેના સ્ટેન્ડથી સંતુષ્ટ્ર કરવું પડશે.નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ એચએસ બેદીના નેતૃત્વમાં એક મોનિટરિંગ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી, જેણે ૨૦૦૨ થી ૨૦૦૬ દરમિયાન ગુજરાતમાં થયેલા ૧૭ કથિત એન્કાઉન્ટરોની તપાસ કરી હતી અને સમિતિએ સીલબધં પરબીડિયામાં પોતાનો અહેવાલ આપ્યો હતો અને ૧૭ લોકોને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. કેસોમાંથી, ત્રણ પોલીસ કર્મચારીઓ સામે કેસની ભલામણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે સમિતિએ કોર્ટને રિપોર્ટ આપી દીધો છે. આવી સ્થિતિમાં તે પોલીસ કર્મચારીઓ સામે કેસ શ થવો જોઈએ. સમિતિ ત્રણ કેસમાં નિષ્કર્ષ પર પહોંચી છે.સુપ્રીમ કોર્ટમાં અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે સમિતિએ કોર્ટને રિપોર્ટ આપી દીધો છે. આવી સ્થિતિમાં તે પોલીસ કર્મચારીઓ સામે કેસ શ થવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application