રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડે રાયથી લઈ રાષ્ટ્ર્રસ્તરે ઘેરા પડઘા પાડા છે. આ અિકાંડ સાથે રાજકોટનું નવુ હિરાસર ઈન્ટરનેશનલ ગ્રીનફીલ્ડ એરપોર્ટ ફરી ચર્ચામાં આવ્યું છે. કરોડોના ખર્ચે બનેલા આ એરપોર્ટ પર રાત્રીના સમયે ફાયર બ્રિગેડનો સ્ટાફ જ હોતો નથી. શું રાત્રે ન કરે ને આવી આકસ્મિક કોઈ દુર્ઘટના બની જશે તો ફાયર બ્રિગેડના સ્ટાફને રાજકોટથી ૩૫ કિ.મી. દૂર પહોંચતા સમય લાગશે એટલી વારમાં તો આ એરપોર્ટ આગમાં કેટલું વરવુ સ્વરૂપ લઈ લેશે? તેનો કોઈ વિચારસુધ્ધા થયો હશે કે નહીં? રાત્રીના એરપોર્ટની ફાયર બ્રિગેડની ટીમ ડુટી શા માટે બધં કરી દેવાય છે? ગેમ ઝોન અિકાંડ પરથી પણ ધડો લઈને એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક પણે હિરાસર એરપોર્ટ પર ફાયર બ્રિગેડ ટીમની નાઈટ ડુટી ચાલુ કરવી જોઈએ.
રાજકોટ શહેરમાં ભોમેશ્ર્વર પાસે એરપોર્ટ કાર્યરત હતું ત્યારે ત્યાં ફાયરની ટીમની નાઈટ ડુટી રહેતી હતી. કયારેક કે અમુક સમયે આ નાઈટ ડુટીમાંથી સ્ટાફની મુકિત અપાતી હતી અથવા તો નાઈટ શેડુલ બધં કરી દેવાતું હતું. અહીં રાજકોટમાં યારે સિટીમાં એરપોર્ટ હતું ત્યારે આ વણવિચાર્યું પગલુ કદાચ આગ લાગે તો પાંચ મિનિટના અંતરે જ એરપોર્ટની ફાયર ટીમ પહોંચી શકે અથવા તો રાજકોટ મહાપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો પણ આવીને આગ કાબુમાં લઈ શકે તેથી વ્યાજબી કારણ માની શકાય. પરંતુ, યારે એરપોર્ટ રાજકોટ શહેરથી ૩૫ કિ.મી. દૂર ચાલ્યું ગયું છે ત્યારે એરપોર્ટના ફાયર બ્રિગેડ સ્ટાફને નાઈટ ડુટી કેમ નથી અપાતી?
રાજકોટ એરપોર્ટ ઓથોરિટીને પોતાનું ફાયર બ્રિગેડનું અલગથી મહેકમ છે. એરપોર્ટમાં આગજની, અકસ્માત કે આવા કઈં બનાવ બને તો તાત્કાલિકપણે એરપોર્ટની ફાયર બ્રિગેડની ટીમો જ ત્યાં સત્વરે પહોંચીને આવી ઘટનાઓ કન્ટ્રોલ કરી લે છે. હવે યારે રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું અને શહેરથી ૩૫ કિ.મી. દૂર અમદાવાદ હાઈ–વે પર હિરાસર પાસે ૨૫૦૦ એકરથી વધુના એરિયામાં આ એરપોર્ટ કરોડોના ખર્ચે બન્યું છે અને પીએમના ડ્રીમ પ્રોજેકટ જેવું આ એરપોર્ટ કાર્યરત પણ થઈ ગયું છે. એરપોર્ટનો વિસ્તાર મોટો બન્યો તેથી અહીં સ્ટાફની ટીમો પણ વધવી જોઈએ અને જવાબદારી પણ વધી જાય તેના બદલે ઉલ્ટાનું આ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ કે જે ૨૪૭ ઈમરજન્સી ડુટીમાં આવે છે. આ વિભાગની જ ગ્રીનફીલ્ડ એરપોર્ટ પર નાઈટ ડુટી સાવ બધં કરી દેવાઈ છે. રાત્રે એરપોર્ટમાં તમામ સ્ટાફ ઘરે જાય ત્યારે ફાયરના સ્ટાફને પણ સાથો સાથ ચાલતી પકડી લેવાની હોય છે. રાત્રે એરપોર્ટ પર સીઆઈએસએફ કે આવી સિકયોરીટી ટીમ જ હોય છે જેઓની જવાબદારી એરપોર્ટની બાહ્ય સલામતીની હોય છે. એરપોર્ટમાં આગ લાગે કે આવી અકસ્માતની કોઈ ઘટના બને તો તેના માટે સ્ટેન્ડ બાય કે જવાબદાર ફાયર બ્રિગેડ જ ગણાય. રાત્રે જો આગ લાગે તો સવાલ એ ઉઠે કે સીઆઈએસએફની ટીમને ફાયર બ્રિગેડના કોઈ સાધનો ઓપરેટ કરતા પણ ન ફાવતા હોય તે કઈ રીતે આગ બુઝાવી શકે?
એરપોર્ટ પર કાર્યરત ફાયર બ્રિગેડના અધિકારીઓથી લઈ જવાનો સુધીના રોઝરવેન, ફાયર બ્રિગેડના અલગ અલગ સાધનો ઓપરેટ કરવાનું પુરતું જ્ઞાન ધરાવતા હોય છે. આ સાથે ફાયર બ્રિગેડના વાહનો અને એમ્બ્યુલન્સ ચલાવનારો સ્ટાફ પણ ટીમમાં હોય છે. રાત્રે આવો એક પણ કર્મચારી એરપોર્ટ પર હાજર હોતો નથી. રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના જવાબદાર ઉચ્ચઅધિકારી દ્રારા ફાયર બ્રિગેડની એરપોર્ટની નાઈટ ડુટી બધં કરાવી દેવાઈ હોવાનું જાણવા મળે છે. એરપોર્ટમાં ભલે નાઇટના ફલાઇટના કોઇ શેડયુલ ન હોય જયારે કોઇ રાજકારણી કે આવા મહાનુભાવો આવે ત્યારે ફાયર બ્રિગેડની ટીમને માત્ર એટલી કલાક કે એ રાત્રી પુરતી ડયુટી સોંપવામાં આવે છે. સવાલો એ ઉઠે કે, ફલાઇટ ન આવવાની હોય તો શું રાત્રે અકસ્માતે આગ ન લાગી શકે ? અંદાજે ૧૪ કિલોમીટર જેવા એરીયામાં આવેલ ગ્રીન ફીલ્ડ હિરાસર એરપોર્ટનો એકરો જમીનનો ભાગ ખુલ્લ ો છે ત્યાં મોટા પ્રમાણમાં સુકુ ઘાસ છે, ન કરેને અકસ્માતે કે આવા કોઇ કારણોસર રાત્રે આ ઘાસ સળગી ઉઠે અને એરપોર્ટમાં આગ લાગ્યાના સમાચાર મળેને રાજકોટથી એરપોર્ટના ફાયર બ્રિગેડના કર્મચારીઓ કે રાજકોટ મહાપાલિકાનું ફાયરબ્રિગેડ પહોંચે એ પહેલા આગ વરવુ સ્વરૂપ લઇ શકે. જો નાઇટ ડયુટીમાં ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્ટેન્ડબાય રહેતો હોય તો પ્રારંભે જ થોડીવારમાં આગ કાબૂમાં લઇ શકે પરંતુ ૩૫ કિલોમીટર દુરથી પહોંચે ત્યાં સુધીમાં તો ન થવાનું થઇ જવાની પણ મોટી દહેશત રહેલી છે. રાત્રે ફાયર ડયુટી બધં કરી દેવાઇ છે તો શું દિવસે જ આગ લાગે કે અકસ્માતની ઘટના બને ? રાત્રો આવું કઇં ન બને ? આવો સામાન્ય સમજ જેવો વિચાર પણ ઉચ્ચ કક્ષાની ઓથોરિટીને કેમ નહી આવ્યો હોય તેવા પ્રશ્નો કદાચીત એરપોર્ટના જાણકારોમાં ઉઠયા વગર રહે નહીં
શરદી થઇ હોયને નાક ન કપાય, અધિકારીએ કોઇની દોરવણીથી આવું પગલું ભયુ ?
કરોડોના ખર્ચે બનેલા હિરાસર એરપોર્ટ પરથી અચાનક નાઇટ ડયુટીમાંથી ફાયર બ્રિગેડની ટીમ (ક્રુ)ને હટાવી લઇ નાઇટ શિફટ જ બધં કરી દેવાયાના મામલે એરપોર્ટના આંતરિક સૂત્રોમાંથી એવું જાણવા મળે છે કે, સ્થાનિક ઉચ્ચ અધિકારી સુધી રાત્રે ફાયરબ્રિગેડમાં કંઇક ખોટુ થાય છે. કદાચ ડિઝલ આઘુ પાછું થાય છે. ખરેખર કઇં ખોટુ થતું હોય કે, ડીઝલની આવી કોઇ વસ્તુની ચોરી થતી હોય તો જે તે જવાબદાર આવા કર્મચારી સામે એકશન લેવાવા જોઇએ. શરદી થઇ હોય તો નાક ન કાપી નખાય. એરપોર્ટની અંદર અને મેઇન ગેટ પર સીઆઇએસએફની સીકયુરીટી ટીમ ૨૪ કલાક ખડેપગે રહેતી હોય છે. ફરજ પર આવતા અને ફરજ પુરી કરીને જતાં કર્મચારીઓના ટીફીનના ડબ્બા પણ ચેક થતા હોય છે તો આવી ટાઇટ સિકયોરીટી વચ્ચે કોઇ વસ્તુઓ ચોરી થઇને બહાર કેમ જઇ શકે ? કોઇએ વાત કરી હોય અને એ વાત પર વિશ્ર્વાસ મુકીને ચોરી બધં કરાવવા ફાયર બ્રિગેડની નાઇટ ડયુટી બધં કરાવી દીધી હશે ? ખરેખર ઉચ્ચ સત્તાવાહકો પોતાની ફરજ શું છે તે સમજવું જોઇએ. એક એવી પણ વાત છે કે, ફાયર બ્રિગેડના કેટલાંક કર્મચારી કે સ્ટાફ દ્રારા ૩૫ કિલોમીટર નાઇટ ડયુટીમાંથી મુકિત મળે તેવી વાત કરાઇ હતી અને આ વાતનો અધિકારી દ્રારા અમલ કરીને નાઇટ ડયુટી બધં કરી દેવાઇ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech