આડશ માટે મુકાયેલ પતરા અને બાંબુનુ ભાડુ કોણ ચુકવશે?: કોંગ્રેસ

  • September 26, 2024 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ચોમાસા દરમિયાન નગરપાલિકાના તંત્રની અણઆવડતને કારણે શહેરમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે તત્કાલીન જિલ્લા કલેકટર દ્વારા વર્ષો જુની સાંઢીયા ગટર ખોલાવી નાખવામાં આવ્યા બાદ હજુ સુધી બંધ થઇ નથી તો બીજી બાજુ તેની ફરતે કોરોનાકાળમાં બાંધવામાં આવતા  હતા તેવા પતરા બાંધી દેવામાં આવ્યા છે તેથી તેનું ભાડુ કોણ ચુકવશે? તેવા સવાલ સાથે કોંગ્રેસે ભ્રષ્ટાચારની આશંકા દર્શાવી છે.
પોરબંદર કોંગ્રેસના આગેવાન ભાર્ગવ જોશીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે,પોરબંદરની સાંઢિયા ગટરમાં પાલિકા પતરા અને બામ્બુનું ભાડું ભરે છે અર્થાત ભ્રષ્ટાચાર કરવાની વધુ એક રીત, આ અંગે પાલિકા એમ કહે છે કે સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવી છે, ગ્રાન્ટની રકમ કદાચ એક દોઢ કરોડ છે અને આટલી રકમ પાલિકા પાસે ન હોય એ માનવાનું કોઈ કારણ નથી તેવામાં પતરા અને બામ્બુનું ભાડું ચડાવીને આવનાર ગ્રાન્ટની રકમ તેમાં ફોરફિટ કરવાનું પાલિકા ઇચ્છતી હશે ? એવો સવાલ કોંગ્રેસ ઉઠાવે છે. 
જો એમ નથી તો સાંઢિયા ગટરને ઢાંકવાનું કામ સત્વરે પુર્ણ કેમ નથી કરાતું? તેવો સવાલ જનતાના મનમાં પણ ઉઠે છે. સાંઢિયા ગટર સાથે કનેક્ટ વિષય ચેમ્બર ઓફ કોમર્સનો પણ છે, એથી કદાચ સમય વિતાવવામાં અને મોકો મળ્યે જનતાની આંખોમાં ધુળ નાખીને ગટર ને ઢાંકવાને બદલે બુરી દેવાની ફિરાકમાં કેટલાં નેતાઓ હશે? એવો સવાલ કોંગ્રેસ આગેવાન ભાર્ગવ જોશીએ ઉઠાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application