રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ્ર સાત વિધાનસભા મતવિસ્તારમાં લોકસભાની આગામી ચૂંટણી માટેના સ્ટાફમાંથી કોને કયા વિધાનસભા મત વિસ્તારમાં ફરજ સોપવી તે નક્કી કરવા માટે પ્રથમ રેન્ડમાઇઝેશન જિલ્લા કલેકટર પ્રભવ જોશી કાલે કરશે.
ટંકારા , વાંકાનેર બેઠક રાજકોટ જિલ્લામાં નથી પરંતુ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં તે આવતા હોવાથી તેના સ્ટાફનું પણ રેન્ડમાઈજેશન આવતીકાલે થશે. આ ઉપરાંત રાજકોટ શહેરની ત્રણ, રાજકોટ શહેર અને ગ્રામ્યની મિકસ વિસ્તારોની બનેલી એક અને જસદણ વિધાનસભા મત વિસ્તારના સ્ટાફની ડુટીની ફાળવણીનો કાલે નિર્ણય લેવાશે.
વિધાનસભાના ટંકારા મતવિસ્તારના ૨૯૧ મતદાન મથકમાંથી ૧૯૬ અને વાંકાનેર બેઠકના ૩૦૩ મતદાન મથકમાંથી ૨૦૨ મતદાન મથકો રાજકોટ સંસદીય મતવિસ્તારમાં આવે છે. તે સહિતના કુલ ૧૦૪૯ મતદાન મથકોમાં ચૂંટણી માટે જરિયાત કરતાં ૪૦% વધુ એટલે કે ૧૯૦૦૦ સ્ટાફની ડેટા એન્ટ્રી કરવામાં આવી છે. આમાંથી ૨૦% સ્ટાફને પડતો મુકાશે અને બાકીના ૨૦% સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે. બાકીના ૧૨,૫૦૦ જેટલા સ્ટાફને ડુટીની ફાળવણી કરાશે.પ્રથમ રેન્ડમાઇઝેશનમાં વિધાનસભા મતવિસ્તારની ફાળવણી કર્યા પછી બીજા આગામી દિવસોમાં યોજાનારા રેન્ડમાઇઝેશનમાં બુથવાઈસ જવાબદારી આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીફ જસ્ટિસ ચંદ્રચુડે તેમના છેલ્લા ચુકાદામાં કહ્યું, બુલડોઝર દ્વારા ન્યાય સ્વીકાર્ય નથી...
November 10, 2024 10:23 AMઇઝરાયેલે લેબનોન પર ફરી તબાહી મચાવી! હવાઈ હુમલામાં બાળકો સહિત 40ના મોત
November 10, 2024 09:33 AMશિક્ષકો માટે ખુશખબર! ગુજરાતમાં જિલ્લા ફેરબદલીનો માર્ગ મોકળો
November 09, 2024 09:06 PMગાંધીનગરમાં રોહિતાસ ચૌધરીએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ, એક કલાકમાં 722 પુશ અપ્સ કર્યા
November 09, 2024 08:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech