ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ?: મયંક નાયક, પૂનમ માડમ, દેવુસિંહના નામ

  • June 11, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવ્યા બાદ હવે ગુજરાત રાયના સંગઠનમા મોટા ફેરફારોની તૈયારીઓ શ થઈ ગઈ છે. પાટીલના નેતૃત્વમાં ગુજરાત ભાજપ વિધાનસભાની ૧૬૧ બેઠકો પર પહોંચી ગયું છે. તેમની કામગીરીના શિરપાવ પે તેને કેન્દ્રીય મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના મંત્રી બનાવ્યા છે.બીજી તરફ રાય મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ ચર્ચાએ જોર પકડું છે. તાજેતરમાં વિધાનસભા પેટાચૂંટણીમાં જીતેલા અર્જુન મોઢવાડિયા અને ચાવડાને મંત્રી બનાવવાની પ્રબળ શકયતા જોવાય રહી છે. હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં પાટીલ નો સમાવેશ થવાના પગલે હવે ભારતીય જનતા પાર્ટી દ્રારા નવા પ્રમુખની શોધ ચલાવવામાં આવી રહી છે જેમાં ત્રણથી ચાર નામો પર ચર્ચા ચાલી રહી છે.

આ નામોમાં રાયસભાના સાંસદ મયકં નાયક નું નામ સૌથી મોખરે છે.ગુજરાત બીજેપીના ઓબીસી મોરચાના પ્રમુખ મયકં નાયક પક્ષના તળિયાના કાર્યકર તરીકે ખ્યાતિ ધરાવે છે, જેઓ ૨૦૦૨ માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગૌરવ યાત્રા પછી દરેક પ્રવાસમાં પાર્ટીની સાથે રહ્યા છે.૧૯૯૨ થી પક્ષના સમર્પિત કાર્યકર, મયકં નાયક મહેસાણા જિલ્લ ાના લખવડ ગામના વતની છે, યાંથી તેમણે ચૂંટણીના રાજકારણમાં તેમની કારકિર્દીની શઆત કરી હતી. મિકેનિકલ એન્જિનિયરનો ડિપ્લોમા ધારક, તેઓ લખવડથી મહેસાણા તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે પણ ચૂંટાયા છે.

હાલમાં, રાય બીપીપી ઓબીસી મોરચાના વડા હોવા ઉપરાંત, મયકં નાયક કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્રારા પ્રતિનિધિત્વ કરતા ગાંધીનગર લોકસભા મતવિસ્તારના પ્રભારી પણ છે. અગાઉ તેઓ પાટણ જિલ્લ ા અને પાટણ લોકસભા મતવિસ્તારના પાર્ટી પ્રભારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે.તેઓ આરએસએસના સભ્ય અને શામળાજી મંદિરના ટ્રસ્ટી પણ હતા. પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં પણ ભાજપ માટે કામ કયુ છે. જેને ધ્યાનમાં રાખીને તેમને પ્રદેશ અધ્યક્ષનું પદ સોંપવામાં આવે તેવી પ્રબળ શકયતા જોવાય રહી છે આ ઉપરાંત તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નિકટ છે.

ભાજપના મીડિયા પ્રભારી યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ અધ્યક્ષને કેબિનેટ મંત્રી બનાવાયા એ ગૌરવની વાત છે. હવે નવા પ્રમુખને લઈને પ્રદેશ સંગઠનમાં પરિવર્તનની તૈયારીઓ શ થઈ ગઈ છે. કેન્દ્રીય હાઈકમાન્ડે પ્રમુખની પસંદગી કરવાની હોય છે. મુખ્યમંત્રી પદ પર પાટીદાર નેતા હોવાથી પ્રદેશ પ્રમુખ પદ બિન– પાટીદારના ખાતામાં જઈ શકે છે. આ પદ માટે ખેડાથી ત્રીજી વખત સાંસદ બનેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે. વિનોદ ચાવડા બીજી વખત કચ્છ અનામત બેઠક પરથી સાંસદ બન્યા, પૂર્વ સાંસદ કિરીટસિંહ સોલંકીનું નામ પણ ચર્ચામાં છે. જામનગરમાંથી ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા પૂનમ માડમ પ્રથમ મહિલા પ્રમુખ બની શકે છે.આમ ગુજરાત ભાજપને ટૂંક સમયમાં જ પ્રદેશ અધ્યક્ષ સાથે નવું માળખું જાહેર કરવામાં આવશે.તે વાત નકકી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application