રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના ૨૦ દિવસ બાદ મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ શાખાના વધુ બે અધિકારી એટીપી રાજેશ નરશીભાઈ મકવાણા ઉ.વ.૪૦ (રહે. આશીયાના એપાર્ટમેન્ટ આફ્રિકા કોલોની શેરી નં.૫, ૧૫૦ ફત્પટ રીંગરોડ) તેમજ અંબિકા ટાઉનશીપ પાસેના જીવરાજ પાર્ક પ્લોટ નં.૧૩૮માં રહેતા ટીપી શાખાના આસિ. ઈજનેર જયદીપ બાલુભાઈ ચૌધરી ઉ.વ.૩૬ની ક્રાઈમ બ્રાંચ દ્રારા ધરપકડ કરી બન્નેના પાંચ દિવસના રીમાન્ડ મેળવાયા છે. અિકાંડમાંથી બચવા માટે ઈમ્પેકટ ફીને લગતું નકલી રજીસ્ટર ઉભું કરી અસલી રજીસ્ટર આગની ઘટનાની રાત્રે જ સળગાવી નાખવામાં આવ્યું હતું. આ અસલી રજીસ્ટર સળગાવી નાખવા માટે કોની સુચના હતી ? બન્નેને બોગસ દસ્તાવેજી પૂરાવા ઉભા કરવા માટે શું લાભ હતો ? તે સહિતના મુદ્દે બન્નેની પુછપરછ ચાલી રહી છે. જે રીતે ફટાફટ નકલી રજીસ્ટર ઉભું કરાયું અને આખો ઘટનાક્રમ ઉભો થયો તેનું રી–કન્ટ્રકશન કરાવવા પણ પોલીસ દ્રારા તજવીજ હાથ ધરાઈ છે.
ગત મહિને ૨૫ના રોજ ગેમઝોનમાં અગ્નિ કાંડ સર્જાયો હતો અને બાળકો સહિત ૨૭ વ્યકિતઓેએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં તપાસ દરમ્યાન ગેમઝોનમાં ગેરકાયદે બાંધકામનું કૌભાંડ ખુલ્યું હતું. જેમાં આ બાંધકામને હટાવવાની નોટીસ અપાઈ હતી પરંતુ બાંધકામ તોડવામાં આવ્યું ન હતું. સમગ્ર કૌભાંડમાં ક્રાઈમ બ્રાંચે મહાપાલિકાના તત્કાલીન ટીપીઓ સાગઠીયા સહિત ચાર અધિકારીઓની ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા હતા. તે દરમ્યાન પોલીસને એવી વિગતો સાંપડી હતી કે, અિકાંડમાંથી દામન બચાવવા અથવા તો પોતાની ધરપકડની સંભાવના દેખાઈ હોવાથી તાત્કાલીકપણે બનાવની રાત્રે જ ટીપીઓ સાગઠીયા સહિતનાએ ઈમ્પેકટ ફીનું અસલી રજીસ્ટર ગુમ કરી નાખ્યું હતું અને તે જ રાત્રે નકલી રજીસ્ટર ઉભું કરી નાખ્યું હતું. જેમાં આ ગેરકાયદે બાંધકામને અરજીના આધારે ઈમ્પેકટ ફીમાં નોંધમાં લેવાયાની તા.૪ મે ના રોજ રજીસ્ટરમાં નોંધ કરાઈ હતી અને તા.૯ના રોજ આ બાંધકામ બાબતે કવેરી કાઢવામાં આવી હતી. આવો બધો ઉલ્લ ેખ નવા નકલી રજીસ્ટરમાં ઉભો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડ બહાર આવતા ક્રાઈમ બ્રાંચ દ્રારા સાગઠીયા તેમજ તેની સાથે જોડાયેલા ટીપી શાખાના અધિકારીઓ, કર્મચારીઓ વિરૂધ્ધ સરકારી બોગસ દસ્તાવેજો ઉભા કરવાનો ગુનો નોંધ્યો હતો.
આ ગુનામાં ક્રાઈમ બ્રાંચની સીટ દ્રારા એટીપી રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની શનિવારના રોજ ધરપકડ કરી પાંચ દિવસના રીમાન્ડ મેળવાયા હતા. પોલીસની પ્રાથમીક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, તા.૨૫ના રોજ જ રાત્રે મહાપાલિકાની વેસ્ટ ઝોન કચેરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ ભેગા થઈને એક તરફ ગેમઝોનમાંથી આગમાંથી લાશો નીકળી રહી હતી અને બીજીબાજુ ટીપી શાખાના કૌભાંડીયો પાપ છુપાવવા નકલી રજીસ્ટર ઉભું કરીને અસલી રજીસ્ટરને સળગાવી નાખવાનું કારસ્તાન ચાલતું હતું. આ સમગ્ર કારસ્તાનનો માસ્ટર માઈન્ડ કોણ ? કોના ઈશારે આવું કરવામાં આવ્યું ? તે સહિતના મુદ્દે પોલીસ પુછપરછ કરી રહી છે. આ ગુનામાં ટીપીઓ સાગઠીયા સહિતનાનો જેલમાંથી કબજો મેળવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્રેકફાસ્ટમાં ઝડપથી બનાવો ક્રીમી મશરૂમ ટોસ્ટ, સ્વાદ એવો કે બાળકો અને પુખ્ત વયના બંનેને આવશે પસંદ
January 27, 2025 11:45 PMપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત
January 27, 2025 11:43 PMરાજકોટમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦નો જંગ: ટીમ ઇન્ડિયાની નેટ પ્રેક્ટિસ, સુરક્ષા વ્યવસ્થા સઘન
January 27, 2025 11:42 PMકૈલાશ માનસરોવર યાત્રા ફરી થશે શરૂ, બંને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં નિર્ણય લેવાયો
January 27, 2025 11:40 PMકોલ્ડપ્લે બેન્ડના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિન પહોંચ્યા મહાકુંભ
January 27, 2025 11:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech