મૃતકઃ રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉ.વ.35)
- મહાપાલિકાના ઓડિટ વિભાગમાં ક્લાર્ક
(રહે-સત્યમ પાર્ક, 80 ફૂટ રોડ, શેરી નં-1)
આજે સવારે રોઝરી સ્કૂલએ પુત્ર માનવીર તેડવા જવા ઘરેથી નીકળ્યા હતા.
બોટાદથી વેકેશન કરવા માટે આવેલી ભાણેજ વિરાજબા પોતાને સાથે આવવા માટેનું કહેતા બાઇકમાં બેસાડી જતા હતા ત્યારે બસે પાછળથી ઠોકર મારતા રાજુભાઈ જમણી બાજુ પડી જતા બસનું વ્હીલ ફરી વળ્યું હતું. મૃતક એક ભાઈ એક બહેનમાં નાના હતા અને સંતાનમાં સાત વર્ષનો પુત્ર છે. રાજુભાઈના મૃત્યુથી પરિવાર આક્રંદ સર્જાયો હતો.
મૃતકઃ ચિન્મય ઉર્ફે લાલો હર્ષદભાઈ ભટ્ટ (ઉ.વ.25)
- સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ક્લાર્ક
(રહે-હાથીખાના શેરી નંબર-2)
સવારે નિત્યક્રમ મુજબ ઘરેથી બાઈક લઈને નોકરીએ જવા માટે નીકળ્યા હતા. ઇન્દિરા સર્કલ ચોક પાસે પહોંચતા બાઇકને પાછળથી બસએ જોરદાર ઠોકર મારતા બનાવ બન્યો હતો. ચિન્મય એક બહેનમાં નાનો અને પરિવારનો આધાર સ્તંભ હતો. તેના પિતાનું એક મહિના પહેલા જ અવસાન થયું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો.
મૃતકઃ સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી (ઉ.વ.40)
- ઇન્દિરા સર્કલ પાસે બ્યુટી પાર્લરમાં નોકરી
(રહે-સ્વામિનારાયણ મંદિર સામે અક્ષરમાર્ગ, અડોમ સલૂન)
મહિલા ઇન્દિરા સર્કલ પાસે આકૃતિ બ્યુટી પાર્લરમાં નોકરી કરતા હોવાથી નિત્યક્રમ સવારે કૌટુંબિકભાઈ સુરજ રાવલની બાઇકમાં બેસી નોકરીએ જતા હતા ત્યારે પાછળથી બસએ ઠોકર મારતા સૂરજને ઇજા થઇ હતી જયારે સંગીતાબેન દૂર સુધી ફંગોળાતા ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. મૃતક મૂળ નેપાળના વતની હતા અને વીશેક વર્ષથી રાજકોટમાં રહેતા હતા, પતિનું દશેક વર્ષ પહેલા અવસાન થયું છે અને નિ:સંતાન હતા. મુત્યુથી મોટી સંખ્યામાં નેપાળી લોકો પીએમ રૂમએ દોડી આવ્યા હતા.
મૃતકઃ કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ (ઉ.વ.47)
(રહે-શાંતિનિકેતન કોલોની, કોટેચા ચોક)
સવારે પુત્રવધુ નેહાબેન સાથે યુનિવર્સીટીના સ્વિમિંગ પુલએ સ્વિમિંગમાં જતા હતા ત્યારે પાછળથી આવેલી બસએ એક્ટિવાને ઠોકર મારતા કિરણબેન અને પુત્રવધુ રોડ પર પટકાતા બંનેને સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં કિરણબેનને માથામાં ઇજા થતા મુત્યુ થયું હતું. મૃતકના પતિ ચંદ્રેશભાઇ બિઝનેસમેન છે. સંતાનમાં એક દીકરો દીકરી છે. મહિલાના મોતથી પરિવાર શોકમય બન્યો હતો.
હવે જાણો ઈજાગ્રસ્તો ક્યાં કામે નિકળ્યા હતા
ઈજાગ્રસ્તઃ વિરાજબા મહાવીરસિંહ ખાચર (ઉ.વ.8)
(રહે-બોટાદ)
મૃતક રાજુભાઈ ગીડાની ભાણેજબા થાય છે. વેકેશન હોવાથી મામાના ઘરે આવી હતી. સવારે મામા રાજુભાઈ પુત્ર માનવીરને તેડવા જતા હતા. ત્યારે ભાણી વિરાજબાએ પોતાને પણ સાથે આવવું કહેતા તેને બાઇકમાં પાછળ બેસાડી જતા હતા. બાળકીને ઇજા થતા કોઈ સિનર્જી હોસ્પિટલમાં લઇ ગયું હતું. જે આરએમસીના આરોગ્ય અધિકારી સહિતની તપાસ બાદ જાણવા મળતા પરિવારને જાણ કરી હતી. સદનસીબે બાળકીનો આબાદ બચાવ થયો હતો.
ઈજાગ્રસ્તઃ વિશાલ રાજેશભાઈ મકવાણા (ઉ.વ.25)
(રહે-રાજમોતી મિલ પાછળ)
યુવક લાદીનું કામ કરતો હોવાથી સવારે ઘરેથી સાધુવાસવાણી રોડ પર સાઈટએ કામ પર જતો હતો ત્યારે પાછળથી આવેલી બસએ ઠોકર મારતા ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ઈજાગ્રસ્તઃ સૂરજ ધર્મેશભાઈ રાવલ (ઉ.વ.42)
(રહે-મેટોડા)
સવારે પોતે કામે જતા પહેલા સ્વામિનારાયણ મંદિર સામે અક્ષરમાર્ગ, અડોમ સલૂનમાં રહેતા કૌટુંબિક બહેન મૃતક સંગીતાબેનને બાઇકમાં બેસાડી ઇન્દિરા સર્કલ પાસેના પાર્લરમાં મુકવા માટે જતા હતા ત્યારે બાઇકને પાછળથી બસએ ઠોકર મારતા બંને ફંગોળાયા હતા. જેમાં સૂરજભાઈને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તઃ શિશુપાલ દિલુભા રાણા (ઉ.વ.35) અકસ્માત સર્જનાર બસ ડ્રાઈવર
(રહે-રતનપર, સદગુરુ સોસાયટી)
ઈ-52 નંબરની સીટી બસ લઈને યુનિવર્સીટી તરફ જઈ રહ્યો હતો ત્યારે સવારે ઇન્દિરા સર્કલ પાસે અકસ્માતની હારમાળા સર્જતાં લોકોના ટોળા એકઠા થયા હતા અને બસમાંથી ઉતારી બેફામ મારમારતા માથા અને હાથ સહિતના ભાગમાં ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. બસ ચાલક આશરે ત્રણેક વર્ષથી સીટી બસના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો.
ઈજાગ્રસ્તઃ નેહાબેન જીતભાઈ કક્ક્ડ (ઉ.વ.26)
સવારે સાસુ મૃતક કિરણબેનને એક્ટિવામાં બેસાડી યુનિવર્સીટીના સ્વીમીંગપુલએ સ્વિમિંગ શીખવા માટે જતા હતા ત્યારે સર્કલ પાસેથી ગોળાઈ લઇ આગળ જતા હતા ત્યારે પાછળથી આવેલી બસએ એક્ટીવાને ઠોકર મારી હતી. જેમાં સાસુ વહુ રોડ પર પટકાતા યાજ થવાથી સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. નેહાબેનને હાથના ભાગે સામાન્ય ઇજા થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech