RMC સંચાલીત પ્રાણી સંગ્રહાલયમાંથી સફેદ વાઘ અને શિયાળ સુરત મોકલાશે

  • July 31, 2021 06:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મનપા સંચાલિત પ્રાણી સંગ્રહાલય અને સુરતમાં આવેલ પ્રાણી સંગ્રહાલયોનું આકર્ષણ વદારવામાં આવશે. બંન્ને ઝૂ વચ્ચે પ્રાણીઓની અદલા-બદલી કરવામાં આવશે. આ અંતર્ગત રાજકોટ લાલપરી તળાવ પાસે આવેલ પ્રદ્યુમન પાર્કમાંથી સફેદ વાઘ, શિયાળ, હોગ ડિયર અને સીલ્વર ફીઝન્ટની એક-એક જોડી સુરતના ઝૂ ખાતે મોકલવામાં આવશે. અને સુરત પ્રાણી સંગ્રહાલયમાંથી જળદિલાડી, દિપડા, સફેદ મોર અને સફેદસ્પુનબિલની એક-એક જોડી સહિત 8 પ્રાણીઓ રાજકોટ મોકલવામાં આવશે. આમ પ્રાણીઓની વિનીમયથી રાજકોટ ઝૂ ની શોભા વધારવામાં આવશે.     ઉલ્લેખનીય છે કે નર્મદાનદીમાં જોવા મળતી જળબિલાડીનું આકર્ષણ હવે રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં જોવા મળશે. 

 

તમામ પ્રાણીઓને ક્વોરન્ટાઈન કરાશે


હાલ કોરોનાની પરિસ્થિતિને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વિનીમય કરવામાં આવતા તમામ પ્રાણીઓને બે સપ્તાહ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવશે. જેના કારણે અન્ય પ્રાણીઓ પણ સુરક્ષિત રાખી શકાશે. આ દરમિયાન વિનીમય કરવામાં આવેલ તમામ પ્રાણીઓનું પણ હેલ્થ ચેક-અપ કરવામાં આવશે. અને બાદમાં સુરક્ષિત રીતે તેમને યોગ્ય સ્થાન પર રાખવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS