વડોદરાના સયાજીબાગ ઝૂમાં ૪૦ વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ
વડોદરાના સયાજીબાગ ઝૂમાં ૪૦ વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ
April 18, 2026 11:54 PM
વડોદરાના સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં ૪૦ વર્ષના લાંબા વિરામ બાદ સફેદ વાઘના પરિવારમાં નવા મહેમાનનું આગમન થયું છે, પરંતુ આ ખુશીની સાથે શોકનો માહોલ પણ જોવા મળ્યો છે. ડિસેમ્બર ૨૦૨૫માં રાજકોટ ઝૂથી લાવવામાં આવેલી સફેદ વાઘણ 'રાધા'એ ગત ૯ એપ્રિલના રોજ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. જોકે, પ્રથમ વખત માતા બનેલી રાધા બચ્ચાને સ્તનપાન ન કરાવી શકતા કમનસીબે બે બચ્ચાના ગણતરીના દિવસોમાં જ મોત નીપજ્યા છે, જ્યારે એક બચ્ચાને બચાવવા માટે ઝૂ પ્રશાસને રાત-દિવસ એક કર્યા છે. આ ઘટના બાદ વન્યજીવ પ્રોટોકોલ મુજબ, ઝૂના વેટરનરી ડોક્ટરોએ ત્રીજા બચ્ચાને બચાવવા માટે તેને પોતાની દેખરેખ હેઠળ લીધું છે.