BREAKING NEWS

જામનગર : હાપા યાર્ડમાં વ્હાઇટ ગોલ્ડની ધુમ આવક

  • February 13, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




હાપા માર્કેટીંગ યાર્ડમાં વ્હાઇટ ગોલ્ડ યાને કપાસની પુષ્કળ આવક થવા પામી છે ગુરૂવારે તમામ જણસોમાં સૌથી વધુ કપાસની થવા પામી હતી જે ૨૭૪૩ મણ નોંધાઇ હતી જયારે મરચાના ભાવ રાબેતા મુજબ પ્રથમ ક્રમાંકે રહ્યા હતા જે ૧૬૦૦ થી ૬૮૦૫ મણના ભાવ બોલાયા હતા જે ૫૩ ખેડુતો દ્વારા લાવવામાં આવ્યા હતા.


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૯૦૦ થી ૧૧૨૫, બાજરી ૩૦૦ થી ૩૭૦, ઘઉં ૪૦૦ થી ૫૦૨, મગ ૧૨૦૦ થી ૧૩૫૦, અળદ ૯૦૦ થી ૧૪૬૦, તુવેર ૧૩૦૦ થી ૧૬૦૫, મેથી ૯૫૦ થી ૧૩૨૧, ચણા ૮૯૦ થી ૧૧૩૦, મગફળી જીણી ૧૧૫૦ થી ૧૫૫૦, મગફળી જાડી ૧૧૦૦ થી ૧૫૧૦, એરંડા ૯૦૦ થી ૧૨૧૧, તલી ૧૮૦૦ થી ૧૯૩૫, તલ કાળા ૩૦૦૦ થી ૪૧૦૦, રાયડો ૯૫૦ થી ૧૨૨૫, રાય ૧૦૦૦ થી ૧૨૪૫, લસણ ૧૦૨૫ થી ૧૫૫૫, કપાસ ૧૦૦૦ થી ૧૬૧૫, જીરૂ ૩૬૦૦ થી ૪૩૨૫, અજમો ૧૩૭૫ થી ૫૬૭૫, અજમાની ભૂસી ૧૦૦ થી ૩૦૦૦, ધાણા ૧૧૦૦ થી ૧૮૬૫, મરચા ૧૬૦૦ થી ૬૮૦૫,  ડુંગળી સુકી ૫૦ થી ૨૯૦, વટાણા ૫૦૦ થી ૧૩૭૦ સુધીના ભાવ બોલાયા હતા ગુરૂવારે કુલ જણસ ૧૯૪૭૯ મણ ગુણી ૭૮૪૦ જે ૬૯૨ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી.

​​​​​​​જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે મરચા બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે જીરૂ નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application