આજે ચંદ્રદેવ પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જે વિજય અને વિસ્તારની ઊર્જા લાવે છે. બુધ આર્દ્રા નક્ષત્રમાં અને ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચના થઈને સ્થિર થયા છે. આ ગ્રહ નક્ષત્રોની સ્થિતિ કરિયર, બુદ્ધિ અને ભાગીદારી માટે ખૂબ જ અનુકૂળ સંયોગો બનાવી રહી છે.
મેષ રાશિ
પૂર્વાષાઢા નક્ષત્રના કારણે મનમાં ઉત્સાહ અને હળવાશ રહેશે.
ઊર્જા:- આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે, પરંતુ ઉતાવળ અને જીદ ટાળવી.સાવધાની: સૂર્યની સ્થિતિને કારણે આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે.
ઉપાય-: બુધદેવને લીલા રંગનું ફૂલ ચઢાવો.
વૃષભ રાશિ તક:- કરિયરમાં ડિજિટલ કે બિનપરંપરાગત ક્ષેત્રે અણધારી નવી તક મળી શકે છે.
વાણી:- ક્લાયન્ટ ડીલિંગ અને નેગોશિયેશનમાં તમારી રજૂઆત સચોટ અને અસરકારક રહેશે.
નાણાકીય બાબતો:- ધન અને પરિવારના મોરચે દિવસ સાનુકૂળ રહેશે.
ઉપાય:- શુક્રદેવના મંત્ર "ઓમ શુક્રાય નમઃ" નો ૧૦૮ વાર જાપ કરો.
મિથુન રાશિ
જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે અટકેલી વાતચીત આગળ વધશે.
આકર્ષણ:- વ્યક્તિત્વમાં અદભુત આકર્ષણ રહેશે, લોકો તમારી વાત ધ્યાનથી સાંભળશે.આર્થિક લાભ: મંગળના પ્રભાવથી આર્થિક લાભના નવા માર્ગો ખુલશે.
ઉપાય:- લીલા મગ અથવા લીલા શાકભાજીનું દાન કરો.
કર્ક રાશિ કરિયર:- નોકરી-ધંધામાં તમે જે પણ પગલું ભરશો તે પરિણામલક્ષી સાબિત થશે.
સ્પર્ધા:- હરીફો સામે તમારી સ્થિતિ મજબૂત રહેશે, ડરવાની જરૂર નથી.
ગુરુ બળ:- લગ્નમાં ઉચ્ચના ગુરુનું આશીર્વાદ સ્વરૂપ બળ દરરોજ વધી રહ્યું છે.
ઉપાય:- ગુરુદેવને પીળા ફૂલ અર્પણ કરો.
સિંહ રાશિ પ્રભાવ:- સરકારી કામકાજ કે કોઈ મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન માટે દિવસ શ્રેષ્ઠ છે.
સર્જનાત્મકતા:- કલાત્મક અને ક્રિએટિવ કાર્યોમાં મન પરોવાયેલું રહેશે.
નેટવર્કિંગ:- વ્યાવસાયિક સંપર્કોથી આર્થિક અને સર્જનાત્મક લાભ મળવાની આશા છે.
ઉપાય:- ઊગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરો.
કન્યા રાશિ પારિવારિક સુખ:- ઘરમાં શાંતિ અને સકારાત્મકતા રહેશે, માતા સાથેના સંબંધો મધુર બનશે.
કરિયર:-બુધ નક્ષત્ર પરિવર્તનને કારણે સમસ્યાઓ ઉકેલવાની તમારી શક્તિ તેજ બનશે.
ભાગીદારી:- શનિદેવ વ્યાપારિક અને વ્યક્તિગત ભાગીદારીને મજબૂત આધાર આપી રહ્યા છે.
ઉપાય:- ભગવાન ગણેશને દૂર્વા અને મોદક અર્પણ કરો
તુલા રાશિ સાહસ:- વાતચીતમાં આત્મવિશ્વાસ અને નવા પ્રયાસોમાં અદભુત ઉત્સાહ જોવા મળશે.
પ્રગતિ:- જે લોકો વ્યવસાયિક જીવનમાં કંઈક મોટું કરવા માંગે છે તેમના માટે સુવર્ણ સમય છે.
સંબંધો:- પ્રેમ જીવનમાં સાથીદારની વાતને પ્રેમથી સાંભળવી, સંબંધ મજબૂત થશે.
ઉપાય:-શુક્રવારે લક્ષ્મીજીને સફેદ ફૂલ અને સાકર ધરો.
વૃશ્ચિક રાશિ હર્ષ યોગ:- છઠ્ઠા ભાવમાં મંગળ 'હર્ષ યોગ' બનાવી રહ્યા છે, જેથી હરીફો પર વિજય મળશે.
સંશોધન:-જટિલ સમસ્યાઓના વિશ્લેષણ અને ઊંડા સંશોધનમાં અસાધારણ સફળતા મળશે.
નાણાકીય સ્થિતિ:- આર્થિક બાબતોમાં સ્થિરતા જળવાઈ રહેશે.
ઉપાય:- હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો.
ધનુ રાશિ આત્મબળ:- પૂર્વાષાઢા નક્ષત્રના કારણે તમારામાં નવી શક્તિ અને આત્મવિશ્વાસનો સંચાર થશે.
સંવાદ:- સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજણો કે જટિલ વાતોનો આજે ઉકેલ આવશે.
સર્જનાત્મકતા:- ક્રિએટિવ ઊર્જા અને જોશ શિખર પર રહેશે.
ઉપાય:- કેળાના વૃક્ષને જળ અર્પણ કરો.
મકર રાશિ માનસિક સ્થિતિ:- ભીડભાડ વાળી જગ્યાઓ કરતાં શાંત વાતાવરણમાં કામ કરવું વધુ ગમશે.
લગ્ન યોગ:- જેઓ લગ્ન કે નવા વ્યાપારિક જોડાણની યોજના બનાવી રહ્યા છે તેમના માટે શુભ સમય છે.
નાણાકીય સાવધાની:- મોટા આર્થિક વ્યવહારો કરતી વખતે સહેજ સાવધ રહેવું.
ઉપાય:- શનિવારે શનિદેવને કાળા તલ અને સરસવનું (તલનું) તેલ અર્પણ કરો
કુંભ રાશિ લાભ: નવા લોકો સાથેનું જોડાણ ફળદાયી રહેશે અને નેટવર્કિંગથી વિજયી ઊર્જા મળશે.
વિચારો:- કલાત્મક ક્ષેત્રે અનોખા અને અણધાર્યા વિચારો મગજમાં સ્ફૂરશે.
ધર્મ સંકટ:- ખર્ચ પર નિયંત્રણ રાખવું અને નાણાકીય વ્યવસ્થાપનમાં શિસ્ત જાળવવી.
ઉપાય:- ગરીબોને અડદની દાળ અને કાળા તલનું દાન કરો.
મીન રાશિ માન-સન્માન:- કરિયરમાં તમારો પ્રભાવ, વિસ્તાર અને ઓળખ વધશે.
પ્રેમ સંબંધો:- ગુરુ અને શુક્રના સંયોગથી ઘરનું વાતાવરણ સુખદ રહેશે અને પ્રેમ વધશે.
આરોગ્ય:- શનિના પ્રભાવથી થાક વર્તાશે, તેથી પૂરતો આરામ લેવા પ્રાધાન્ય આપવું.
ઉપાય: ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અને તુલસી પત્ર અર્પણ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application