સુભાષનગર તરફનો રસ્તો પહોળો કરીને સ્ટ્રીટલાઇટની સુવિધા આપવામાં તંત્રને કયો ગ્રહ નડે છે?!

  • September 27, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજય અને કેન્દ્ર સરકારને કરોડો ‚પિયાનું હુંડિયામણ કમાવી આપતા પોરબંદરના માછીમારી ઉદ્યોગને હેરાન-પરેશાન કરતી સમસ્યાઓનું નિવારણ કરાવવામાં સરકારને એક ટકો રસ નથી તેની સાબિતી આ દ્રશ્યો આપે છે.પોરબંદરના માછીમારો અને માછીમાર આગેવાનો દ્વારા દાયકાઓથી રજુઆત કરવામાં આવે છે કે લકડીબંદરથી સુભાષનગર અને ઓલ વેધર પોર્ટની જેટી તરફ જતા આ રસ્તાને પહોળો કરવામાં આવે તે જ‚રી છે. દિવસ-રાત આ રોડ ઉપરથી નાના-મોટા વાહનોની સતત અવરજવર રહે છે એટલુ જ નહી પરંતુ મચ્છીના ઈમ્પોર્ટ એક્સપોર્ટ માટેના મોટા ક્ધટેનર પણ અહીંયાથી જ પસાર થાય છે તેથી રસ્તો સિંગલ પટ્ટી હોવાને લીધે વારંવાર અકસ્માતો સર્જાય છે અને અનેક સાગરપુત્રો મોતને ભેટી ચુક્યા છે. તેમજ આ રસ્તા ઉપર લાઈટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી જેના કારણે રાત્રિના સમયે અંધારામાં અકસ્માતો વધી રહ્યા છે.વર્ષોથી રજુઆતો કરવામાં આવતી હોવા છતાં સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને રસ્તો પહોળો કરવામાં આવતો નથી તથા સ્ટ્રીટલાઈટ જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી.માછીમાર આગેવાનો પણ હવે રજુઆત કરી કરીને થાકી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે,ત્યારે સાગરપુત્રનો વોટ બેન્ક તરીકે ઉપયોગ કરતી ભાજપ સરકાર શું આ બન્ને મહત્વના પ્રશ્ર્નનું નિરાકરણ કરીને સુવિધા પુરી પાડશે? તેઓ સવાલ વધુ એક વખત ઉઠવા પામ્યો છે.તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application