Champions Trophy 2025 માં ભારતીય ટીમ કઈ જર્સી પહેરશે, ફર્સ્ટ લુક આવ્યો સામે

  • November 29, 2024 10:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

BCCI સચિવ જય શાહ અને ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે શુક્રવારે ભારતની નવી ODI જર્સીનું અનાવરણ કર્યું. નવી જર્સીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સીમાં ખભા પર ભારતીય ધ્વજ ત્રિરંગો દેખાય છે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આ જર્સી પહેરવાની છે.


નવી જર્સીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સીમાં ખભા પર ભારતીય ધ્વજ ત્રિરંગો દેખાય છે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આ જર્સી પહેરવાની છે.


બોર્ડે વીડિયો કર્યો શેર

BCCIએ X પર જર્સીના અનાવરણ કાર્યક્રમનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, 'BCCIના માનદ સચિવ જય શાહ અને ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ભારતીય ટીમની નવી ODI જર્સીનું અનાવરણ કર્યું.' આ કાર્યક્રમ BCCI હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો.




ભારતીય ટીમ આવતા મહિને આ જર્સી પહેરશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ નવી જર્સી પહેરીને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ સામે મેદાનમાં ઉતરશે. વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ ટૂંક સમયમાં 3 T20 અને તેટલી જ ODI મેચોની શ્રેણી માટે ભારતની મુલાકાતે આવશે. ટી-20 સિરીઝ 15 ડિસેમ્બરથી અને વનડે સિરીઝ 22 ડિસેમ્બરથી શરૂ થશે. T20 શ્રેણીની તમામ મેચો નબી મુંબઈમાં અને વનડે શ્રેણી બરોડામાં રમાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application