સાલાર’માં પ્રભાસની સાથે ક્યા ક્રિકેટરની દીકરીએ કરી કમાલ ! જાણો ?

  • December 30, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




પ્રભાસની ‘સાલાર’ ફિલ્મ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'સાલાર'ને રિલીઝ થયાને માત્ર 5 દિવસ જ થયા છે. પરંતુ ફિલ્મે થોડા જ દિવસોમાં ધૂમ મચાવી દીધી છે. ટૂંક સમયમાં 'સાલાર' વિશ્વભરમાં બોક્સઓફિસ 500 કરોડનો આંકડો પાર કરશે. આ ફિલ્મ ની એક ખાસ વાત એ પણ છે કે આ ફિલ્મ માં પ્રભાસની સાથે દેખાતી એક ખુબ સુરત અભિનેત્રી ભારતીય ક્રિકેટરની પુત્રી છે અને તેને પોતાની એકખાસ ઓળખ સ્થાપિત કરી છે.જે છે શ્રીયા રેડ્ડી. ફિલ્મમાં ખાનસારની અદ્ભુત દુનિયાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પ્રભાસ અને પૃથ્વીરાજ વચ્ચેની મિત્રતા અને દુશ્મનીની સ્ટોરીએ પણ ફેન્સને ખૂબ ઈમ્પ્રેસ કર્યા છે.

'સાલાર'માં પ્રભાસ અને પૃથ્વીરાજના પરફોર્મેન્સ કરતાં વધુ અત્યારે ચર્ચામાં છે તે છે રાધા રમા મન્નાર. જે વરદરાજુ (પૃથ્વીરાજ)ની બહેનના રોલમાં જોવા મળે છે. રાધા રામા મન્નારનો રોલ કરનાર સુંદર શ્રિયા રેડ્ડી છે. જેમના લુક અને જબરદસ્ત એક્ટિંગના વખાણ બધા કરી રહ્યા છે. એક્ટ્રેસના પાત્રની તુલના બાહુબલીના શિવગામી સાથે કરવામાં આવી રહી છે. પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચનારી શ્રિયા રેડ્ડી એક બહુ મોટા ભારતીય ક્રિકેટરની દીકરી છે. ભરત રેડ્ડીએ ભારત માટે ઘણી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. શ્રિયા રેડ્ડી માત્ર ફિલ્મ જ નહીં પરંતુ સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ પણ ધરાવે છે. તમને જણાવી દઈએ કે ભરત રેડ્ડીએ દિનેશ કાર્તિકને પણ ટ્રેનિંગ આપી છે. પરંતુ દીકરીના અભિનય બાદ તે ચર્ચામાં આવી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application