મિલકત સરકારી હોય કે ખાનગી, ફાયર સેફટી જ ટોપ પ્રાયોરિટ

  • June 06, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા તત્રં ફાયર સેફટી અને ફાયર એનઓસી મામલે હરકતમાં આવ્યું છે, દરમિયાન મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે મિલકત સરકારી હોય કે ખાનગી ફાયર સેફટીનું ચેકિંગ જ અમારી ટોપ પ્રાયોરિટી છે. આ કહેવાની સાથે જ તેમણે એવો સ્પષ્ટ્ર નિર્દેશ આપ્યો હતો કે મિલકત સરકારી હશે અને જો ત્યાં ફાયર સેફટી નહીં હોય તો તેવી મિલ્કતોને પણ નોટિસ ફાટકારાશે અને જર પડે સીલ કરવા સુધીના પગલાં લેવાશે.

કમિશનરએ ઉમેયુ હતું કે મહાપાલિકાની ઓફિસથી માંડી હોકર્સ ઝોન, સ્કૂલ સહિતની ૬૦૦ જેટલી મિલકતોમાં પણ સમાંતર રીતે સર્વે ચાલી રહ્યો છે, એવું નથી કે ફકત ખાનગી સંકુલો કે મિલકતો જ સીલ થઇ રહ્યા છે. આગામી એકાદ સાહમાં એકશન પ્લાન તૈયાર કરી શહેરમાં કાર્યરત તમામ સરકારી કચેરીઓને પણ નોટિસ આપશું.
કમિશનરએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ ફાયર બ્રિગેડમાં ભરતી પ્રક્રિયા અધૂરી રહી હોય પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી, આથી સ્ટાફ વિના કાર્યવાહી કઈ રીતે કરવી ? તેવો પ્રશ્ન સર્જાતાં આ મામલે સરકારમાં રજુઆત કરીને અધૂરી રહેલી ભરતી પ્રક્રિયા આગળ ધપાવી બાવન લોકોની ભરતી પ્રક્રિયા આગામી બે દિવસમાં આગળ વધારશું. સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી પણ સમાંતર રીતે ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ફકત ખાનગી મિલકતો અને સંકુલો સીલ કરાતા ચોમેરથી આ કાર્યવાહી સામે અવાજ ઉઠતા તેમજ સરકારી સંકુલો અને મિલકતો સામે કેમ કાર્યવાહી થતી નથી ? તેવા સવાલો જનતામાંથી ઉઠવા લાગતા હવે સરકારી મિલ્કતોમાં પણ ચેકિંગ કરાશે તેવું કમિશનરએ આજે જાહેર કયુ હતું.

મ્યુ.કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે સવારથી બપોર સુધીમાં વિવિધ હોસ્પિટલ, કોમર્શિયલ કોમ્પ્લેકસ, શાળા–કોલેજો, કોમ્યુનિટી હોલ, સિનેમા હોલ, શોપિંગ મોલ, વોટર પાર્ક અને ઓડિટોરિયમ સહિતના ૪૬ જેટલા પબ્લીક ગેધરિંગ પ્લેસમાં ચેકિંગ કરાયું હતું અને તેમાંથી ૧૭ સંકુલો સીલ કરવામાં આવ્યા હતા. આજે બપોર બાદ પણ આ કાર્યવાહી ચાલુ જ રહેશે. તેમણે ઉમેર્યુ હતું કે, કોઈ એવું માનતું હોય કે થોડા દિવસ ફાયર સેફટીનું ચેકિંગ ચાલશે અને ત્યારબાદ બધં થઈ જશે તો તે વાત ભુલ ભરેલી છે. કાયદામાં રહેશે તે જ ફાયદા રહેશે

સીલ ખોલવા રોજ ૫૦ જેટલી અરજીઓ
મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે હાલ સુધીમાં ફાયર સેફટી ન હોય કે એનઓસી ન હોય તેવી અંદાજે કુલ ૫૦૦થી વધુ મિલકતો સીલ કરાઇ છે, દરમિયાન હવે સીલ ખોલવા માટે દરરોજ સરેરાશ ૫૦ જેટલી અરજીઓ આવે છે


ફાયર સેફટીની પૂર્તતા કરે તો જ સીલ ખુલશે
મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ ઉમેયુ હતું કે કોઈ પણ મિલકતને લાગેલું સીલ ખોલવું કે નહીં તે માટે ત્રણ ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓની કમિટી કામ કરે છે. ફાયર સેફટી માટેની જરી સુવિધાઓની પૂર્તતા કરે પછી જ સીલ ખોલવા મંજૂરી આપીએ છીએ. પૂર્તતા ન થાય ત્યાં સુધી બિલ્ડીંગનો વપરાશ કરવા દેવાશે નહીં


ટોપ પ્રાયોરિટી હેઠળની ૧૬૦૦ મિલ્કતનો સર્વે
પબ્લિક ગેધરિંગ પ્લેસની વ્યાખ્યામાં સમાવિષ્ટ્ર થતી હોય તેવી ટોપ પ્રાયોરિટી હેઠળની છ કેટેગરીમાં આવતી રાજકોટ શહેરની ૧૬૦૦ જેટલી મિલકતોમાં હાલ સર્વે ચાલી રહ્યો છે. ટેકસ વિભાગ, વોર્ડ ઇન્સ્પેકટર પાસેથી પણ વિગતો લેવાઇ રહી છે અને આવતા સાહે આ સર્વે પૂર્ણ થઈ જશે તેમ મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું


મહાપાલિકાની ૬૦૦ મિલકતોમાં પણ ચેકિંગ
મહાપાલિકાની કુલ ૬૦૦ મિલકતોમાં પણ ફાયર સેફટીનો સર્વે શ કરાયો છે. ત્રણે ઝોનના સીટી એન્જીનિયર અને ફાયર ઓફિસર ચકાસણી કરાવે છે. યાં પાત્રતા જણાતી હોય ત્યાં સાધનો, એનઓસી આપવાની પ્રક્રિયા કરશું. કદાચ થોડો સમય લાગશે અને ટેન્ડર પણ કરવા પડશે. જે કઇં કરવું પડશે તે કાર્યવાહી કરાશે પણ ફાયર સેફટી મામલે કોઇ સમાધાન નહીં કરાય તેમ ભારપૂર્વક કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News