બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો છતાં અક્ષય કુમાર હિમત નથી હાર્યો
'બડે મિયાં છોટે મિયાં' નું ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં અક્ષય કુમારે પોતાના કરિયર અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, મને સફળતા મળે કે ના મળે, હું હંમેશા આ જ રીતે કામ કરતો રહીશ. એક સમયે હીટ ફિલ્મોના ખિલાડી કહેવામાં આવતા અક્ષય કુમારે છેલ્લા કેટલાક વર્ષોમાં બોક્સ ઓફીસ પર ફ્લોપ ફિલ્મોની લાઈન લગાડી છે, તેમની અનેક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન નથી કર્યું જેટલું પોતાની જાતને તથા મેકર્સને આશા હતી. જો કે ઓહ માય ગોડ-2' ને પ્રેક્ષકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. જોકે હાલમાં તેમની આવનારી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' ને લઈને તેઓ ખૂબ ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ ટ્રેલરનાં લોન્ચ પર અક્ષય કુમારે બોક્સ ઓફિસ પર સેલ્ફી અને મિશન રાનીગંજ સહીતની ફિલ્મો પર પ્રેક્ષકો તરફથી મળેલી પ્રતિક્રિયા પર વાત કરી હતી.
અક્ષય પોતાની ફિલ્મો સફળ થાય તેની ખાતરી કરવા માટે પોતાનું 100 ટકા યોગદાન આપી રહ્યો છે, જો કે, બોક્સ ઓફિસ પરનું નસીબ તેના હાથમાં નથી. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અક્ષયે કહ્યું હતું કે, “અમે દરેક પ્રકારની ફિલ્મની સફળતા માટે પ્રયાસ કરતા રહીએ છીએ. હું એક પ્રકારનાં જોનર સુધી મર્યાદિત નથી. હું એક જોનરમાંથી બીજી જોનરમાં જમ્પ કરતો રહું છું, ભલે પછી મને સફળતા મળે કે ના મળે, મેં હંમેશા આ રીતે કામ કર્યું છે અને હું કરતો રહીશ. કંઈક એવું કે જે સામાજિક હોય, કંઇક સારું હોય, કંઇક કોમેડી હોય અને કંઈક એક્શનમાં હોય."
અક્ષયે આગળ કહ્યું કે "હું હમેશા અલગ અલગ પ્રકારના કામ કરતો રહીશ. હું એટલે આ પ્રકારની વસ્તુ પર નહીં ટકી રહું. લોકો કહે છે કે સર આજકાલ તો કોમેડી અને એક્શન જ ચાલે છે. એનો મતલબ એ નથી કે હું ખાલી એક્શન જ કરું. એક પ્રકારના કામ કરવાથી હું પોતે કંટાળી જવું છું. ભલે તે પછી ટોયલેટ: એક પ્રેમ કથા હોય કે પછી એરલિફ્ટ, રુસ્તમ કે પછી મેં જે પણ ફિલ્મ કરી એ હોય. ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક નથી મળતી".
આ પછી અક્ષય કુમારે તે સમયને યાદ કર્યો જ્યારે તેમની 16 ફિલ્મો સતત ફ્લોપ થઇ હતી. તેમણે કહ્યું કે "એવું નથી કે મે આ સમય પહેલા નથી જોયો, એક સમય હતો કે જ્યારે મારા કરિયરની 16 ફિલ્મો સતત ફ્લોપ હતી પણ હું ત્યાં જ ઉભો રહ્યો અને કામ કરતો ગયો અને આગળ પણ કરીશ. આ ફિલ્મ આ વર્ષની એવી ફિલ્મ છે જેના માટે અમે બધાએ ખૂબ જ મહેનત કરી છે અને હવે અમે પરિણામ જોવા જઈ રહ્યા છીએ. અમને આશા છે કે આ ફિલ્મ અમારા બધા માટે સારા નસીબ લઈને આવશે"
જણાવી દઇએ કે, તાજેતરમાં જ ટ્રેલર રિલીઝ થયેલ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' કે જે 10 એપ્રિલ 2024ના રોજ ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેમાં તેઓ પોતે અને ટાઇગર શ્રોફ દમદાર એક્શન કરતા નજરે પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech