રાજકોટના હાર્દસમા અને શહેરની મધ્યમાં આવેલા શાક્રી મેદાનમાં ગંદકીને લઈને દુર્દશા જોવા મળી છે. આ ગ્રાઉન્ડ કાદવ, કીચડ અને ગંદા પાણીથી ખદબદી રહ્યું છે. ક્રિકેટ જેવી રમતો માટે રાજકોટનું ફેવરિટ બનેલા આ મેદાનની અતિ દાણ પરીસ્થિતિ જોવા મળતા આસપાસના લોકોમાં ભારે નારાજગી અને તત્રં સામે રોષ ભભૂકયો છે. તેમજ તત્રં પાસે યોગ્ય કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે. શાક્રી મેદાનમાંથી થતી ભાડાની આવક વહીવટી તત્રં યોગ્ય રીતે ખર્ચી રહ્યું છે કે કેમ તે અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાજકોટના ૨૪ કલાક અવરજવરવાળા વિસ્તારમાં આવેલા શાક્રી મેદાનની સ્થિતિ જાણે ઉકરડા જેવી બની ગઈ છે. ત્યારે આસપાસના બિલ્ડિંગમાં કાર્યરત લોકો પરેશાન થયા છે અને તત્રં સામે યોગ્ય કામગીરીની આશા સેવી રહ્યા છે. ગ્રાઉન્ડમાં મોટી માત્રામાં ગંદકીએ અડ્ડો જમાવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. દર વર્ષે જે મેદાનમાંથી લાખોની ભાડાની આવક થાય છે તેવા શાક્રી મેદાન પ્રત્યે દુર્લક્ષને કારણે દુર્દશા જોવા મળી રહી છે. તેમજ ખાસ કરીને આસપાસના લોકોની ફરિયાદ છે કે મેદાનમાં વાહન લઈને પ્રવેશવું કે વાહન પાર્ક કરવું મુશ્કેલ બની રહ્યું છે. ઉલ્લ ેખનીય છે કે, શાક્રી મેદાનની આસપાસનો રોડ મુખ્ય માર્ગ હોવાથી તેની સામેના બિલ્ડિંગમાં કાર્યરત લોકો શાક્રી મેદાનમાં પોતાના વાહનો ખાસ કરીને ફોર વ્હીલર પાર્ક કરતા હતા. જોકે શાક્રી મેદાનમાં વધુ પડતી ગંદકીના કારણે વાહન લઈને પ્રવેશવું લોકો માટે અશકય બની રહ્યું છે. એ સિવાય શાક્રી મેદાનની બહારની બાજુએ ફટપાથ ઉપર દબાણો પણ સામે આવ્યા છે. જોકે આ તમામ મામલે પીઆઇએલ થશે તેવી ચર્ચાએ જોર પકડું છે.