ભારતીય રિઝર્વ બેંકે બ્રિટનમાં મોજુદ 100 ટનથી વધુ સોનું ભારત પરત લાવ્યું છે. આ સોનું રિઝર્વ બેંકના ભંડારમાં રાખવામાં આવશે. પરંતુ શું જાણો છો કે ભારતીય રિઝર્વ બેંક આટલું સોનું ક્યાં રાખે છે? ભારતે બ્રિટનથી આયાત કરેલું 100 ટન સોનું ક્યાં રાખ્યું છે.?
આરબીઆઈના અડધાથી વધુ સોનાના ભંડાર વિદેશમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. આમાંથી લગભગ ત્રીજા ભાગને સ્થાનિક રીતે રાખવામાં આવે છે. પરંતુ હવે ભારત તેનું સોનું પાછું લાવી રહ્યું છે અને તેને અનામતમાં રાખી રહ્યું છે. નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંક બ્રિટનથી 100 ટનથી વધુ સોનું દેશમાં પાછું લાવી છે. અહેવાલ મુજબ, આગામી મહિનામાં દેશમાં ફરી એટલું જ સોનું લાવવામાં આવી શકે છે. બ્રિટનથી ભારતમાં સોનું લાવવાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સ્ટોરેજ ખર્ચ બચાવવામાં પણ મદદ મળશે કે જે બેંક ઓફ ઈન્ડિયા ચૂકવે છે.
ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક ડેટા અનુસાર 31 માર્ચ, 2024 સુધીમાં કેન્દ્ર સરકાર પાસે તેના વિદેશી વિનિમય અનામતના ભાગરૂપે 822.10 ટન સોનું હતું. પરંતુ વર્ષ 1991માં ચંદ્રશેખર સરકારે બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીનો સામનો કરવા માટે સોનું ગીરો રાખ્યું હતું. માહિતી અનુસાર, 4 થી 18 જુલાઈ, 1991 ની વચ્ચે આરબીઆઈએ $400 મિલિયન એકત્ર કરવા માટે બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન સાથે 46.91 ટન સોનું ગીરવે મૂક્યું હતું.
માહિતી અનુસાર, વર્ષ 1991માં દેશમાં આયાત કરવા માટે કોઈ વિદેશી ચલણ બચ્યું ન હતું. તે સમયે ભારતે તેનું 67 ટન સોનું ગીરો મૂકીને 2.2 અબજ ડોલરની લોન લીધી હતી. પૂર્વ ગવર્નર સી રંગરાજને તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે સરકારે સોનું ગીરો રાખવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન દ્વારા સોનું ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યું હતું. આ પછી ભારતને ગીરવે રાખેલ સોનું રિડીમ મળ્યું. જેના પછી ધીરે ધીરે દેશની વિદેશી મુદ્રા ભંડારમાં પણ વધારો થયો.
RBI સોનું ક્યાં રાખે છે?
આરબીઆઈ આટલું સોનું ક્યાં રાખે છે? જાણકારી અનુસાર, મુંબઈ અને નાગપુરના મિન્ટ રોડ પર સ્થિત આરબીઆઈ બિલ્ડિંગમાં આવેલી તિજોરીની અંદર દેશનું સોનું રાખવામાં આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, વૈશ્વિક કેન્દ્રીય બેંકો અત્યાર સુધીના તમામ સોનામાંથી લગભગ 17 ટકા હિસ્સો ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech