રાજકોટ ટ્રાફિક પોલીસના માથા કયારે ઠરશે ?

  • April 11, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉનાળો આવતા સૌથી વિકટ પરિસ્થિતિ પોલીસ બેડામાં ટ્રાફિક પોલીસની બની રહે છે. બપોરના ધોમધખતા તાપમાં રસ્તા પર ફરજ બજાવતા આ જવાનો માટે આગ ઝરતી ગરમી અિ પરીક્ષારૂપ બની જાય છે. રાયમાં મુખ્ય શહેરો અમદાવાદ અને વડોદરામાં ટ્રાફિક પોલીસને ગરમીમાં રાહત મળે તે માટે એ.સી. હેલ્મેટ આપવામાં આવે છે. રાજકોટમાં પણ તાપથી બચવા ટ્રાફિક પોલીસને આવી હેલ્મેટ મળી રહે તો રાહત રહે તેવો સુર ટ્રાફિક પોલીસ જવાનોમાં દેખાય રહ્યો છે.

રાજકોટ શહેરમાં વધતા વિસ્તાર અને જનસંખ્યાને લઇને ટ્રાફિક બ્રાંચમાં પોલીસની સ્ટ્રેન્થ વધી છે, સાથો સાથ મદદમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ ફરજમાં હોય છે. ઉનાળો હવે તપવા લાગ્યો છે ચૈત્રી દનૈયામાં તડકો અને ગરમી વધશે. આ સાહથી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઇ ગયો છે. ટ્રાફિક પોલીસ સવારથી સાંજ સુધી રસ્તા પર ટ્રાફિક નિયમન જાળવવા માટે ઉભી હોય છે. સવારે ૯ બાદ જ પારો ઉંચે ચડવા લાગે છે અને બપોરે ૧૨ વાગ્યે તો જાણે અંગારા ઝરવા લાગ્યા હોય તેવી સ્થિતિ થઇ પડે છે. જવાનો કયાંક કયાંક પરસેવે નિતરતા દેખાય છે. ફરજ દરમિયાન હેલ્મેટ પહેરવી પણ ફરજીયાત હોવાથી જવાનો માટે આ ગરમીમાં હેલમેટ મુશ્કેલીરૂપ બની રહે છે.

ટ્રાફિક પોલીસ માટે અમદાવાદ અને વડોદરા શહેરમાં ગરમીથી બચવા દિમાગ ઠંડો રહે તે માટે એક સુચારૂ ઉકેલરૂપે જવાનોને એ.સી. હેલ્મેટ ફાળવાઇ છે. વડોદરામાં ગત મહિને ટ્રાફિક પોલીસને આવી હેલ્મેટો આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ એ.સી. હેલ્મેટમાં સામાન્ય એસી જેવું એક નાનું કમ્પ્રેસર લગાવેલું હોય છે. હેલ્મેટમાં સ્વીચ આપવામાં પણ આવી છે. આ સ્વીચ ચાલુ કરતા હેલ્મેટ અંદર એસી ચાલુ થાય છે. જેના કારણે ટ્રાફિક પોલીસ જવાનને માથામાં ઠંડક મળે છે અને શરીરનું તાપમાન પણ આ બળબળતી ગરમીમાં થોડા અંશે હળવું બની જાય છે. આ એ.સી. હેલ્મેટના કારણે જવાનોને રાહત મળી રહેતી હોવાની પણ વાત છે. રાજકોટ શહેરમાં બપોરના એકથી ચાર દરમિયાન ટ્રાફિક સિલો બધં રાખવાનો નિર્ણય લેવાયો તે સારી બાબત છે. આ સમયગાળા દરમિયાન વાહનોનો ધસારો ઓછો રહેતો હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ નહીંવત જેવી હોય છે. જો સિલ બધં રહે તો ત્યાં વાહનચાલકોને ઉભું રહેવું પડે અને બે–પાંચ મિનિટ ૪૦–૪૨ ડિગ્રીનો તાપ અને કદાચ હવે આ પારો ઉંચો પણ ચડે તે સહન કરવો પડે, સાથે સાથે પોઇન્ટ પર ટ્રાફિક પોલીસકર્મીને પણ ખડેપગે રહેવું પડે. આવા સંજોગોમાં ૩ કલાક સિલ બધં રાખવાનું પગલું ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો માટે રાહતરૂપ બન્યું છે.
અન્ય શહેરોની માફક રાજકોટમાં પણ ટ્રાફિક પોલીસને આ ઉનાળાનો તાપ સહન કરવા માટે સામાજિક સંસ્થાઓ કે કોઇ કંપની, પેઢીના સહયોગ લઇને પણ ખર્ચને પહોંચી વળી જવાનોને એસી હેલ્મેટ ફાળવવામાં આવે તે દિશામાં વિચારવા જેવું ખરૂં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application