પોરબંદર-મુંબઇની સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન કયારે શરૂ  થશે?

  • March 04, 2021 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જીલ્લા પેસેન્જર એશો.એ કરી ઉચ્ચકક્ષાએ રજુઆત

પોરબંદર થી મુંબઇની સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન શ કરવા ઉચ્ચકક્ષાએ રજુઆત થઇ છે.
સૌરાષ્ટ્ર જીલ્લા પેસેન્જર એશો.ના પ્રમુખ દિનેશભાઇ થાનકીએ કરેલી રજુઆતમાં જણાવ્‌યું છે કે, પોરબંદર થી ઉપડતી સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન કોરોના કાળથી બંધ અને અન્ય ટ્રેનો ચાલુ કરી દીધેલ છે ત્યારે પોરબંદર થી મુંબઇ જતી સૌરાષ્ટ્ર એકસપ્રેસ રાણાવાવ-વાસજાળીયા-ભાણવડ વિગેરે પેસેન્જરોને લાગુ પડતી ટ્રેન છેટ મુંબઇ જામનગર રાજકોટ વિરમગામ અમદાવાદ મુંબઇ સુધી ટ્રેન સળંગ હોય અને આ ટ્રેન ચાલુ થવાથી પોરબંદર અને આસપાસ નાના-મોટા વેપારી કોરોનામાં મ ંદી મોળા હોય અને પોતાનું ગુજરાન પણ માંડ માંડ ચલાવતા હોય જેથી આ સૌરાષ્ટ્ર એકસપ્રેસ થી મુંબઇ વહેવાર બંધ થયેલ છે જો ચાલુ કરવામાં નહીં આવે તો અનેક લોકોને મોટું નુકશાન અને પોરબંદર અનેક દેશ-વિદેશ પ્રવાસી પણ આવે જેથી લોકો કામ ધંધામાં મોટા સાહસપ હોય અને હાલમાં માર્ચ માસ ચાલુ હોય જેથી પણ આ ટ્‌રેન ચાલુ કરવી જોઇએ. અને ટ્રેન ચાલુ કરવામાં ન આવે તો ઘણુ નુકશાન થાય તેમ જેથી આ બાબતે રેલ્વે બોર્ડમાં એક વિગતપૂર્ણ મેઇલ કરી અને જીલ્લા પેસેન્જર એશો. પ્રમુખ દિનેશભાઇ થાનકીએ માંગણી કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS