જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડીયાણા ગામે બાળકને પાકીટ મળતાં મુળ માલિકને પરત કરી પ્રમાણિકતા દાખવી

  • February 08, 2025 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાળક ને બાળપણ માં જેવા સંસ્કાર આપી એ તેવો નાગરિક બને અને બાળક ની પેલી પાઠશાળા તેમનું ઘર અને પહેલા તેમના ગુરુ તેમના મા બાપ છે જો બાળક ને તેમના મા બાપ સારા સંસ્કાર આપે તો તે જીવનમાં ઉતારે અને એક સારો નાગરિક સમાજને મળે આવો જ એક બનાવ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડીયાણા ગામે બન્યો હડીયાણા ગામની બાજુમાં આવેલ બાલાચડી ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા અમરેલીયા રફિકભાઈ હુસેનભાઇના પાંચ વર્ષના નાના દીકરાને અને નાના ભાઈનો દીકરો શેહાનને ગામમાં આવેલ બાલવાટિકા એટલે કે બગીચામાં દરરોજ સાંજે બાળકને રમાડવા જતા એવી જ રીતે એક દિવસ બાળકને રમાળવા ગયા હતા.
​​​​​​​
ત્યારે એના બાળકને કોઈ વ્યક્તિનું પડી ગયેલું પાકીટ મળી આવેલ પાકીટમાં રૂ. ૧૦,૦૦૦  રોકડા અને અન્ય જરૂરી કાર્ડ હતા ત્યારે રફિકભાઈએ તેના દીકરાને સમજાવ્યો કે બેટા જેનું આ પાકીટ હોય તેને આપણે પરત કરીશું તો તેનો દીકરો હશનેંન અને તેના ભાઈનો દીકરો સેહાન વાત માની અને કીધું કે હા પપ્પા આપણે એ વ્યક્તિને પાકીટ પાછું આપશું એ પાકીટમાં એ વ્યક્તિનો ફોટો હતો તેના પરથી તેની ઓળખાણ થઈ અને તે વ્યક્તિને તેનું પાકીટ સહી સલામત પાછું આપેલ . બાળકને નાનપણથી જ પ્રામાણિકતા ના ગુણ વિકસાવી અને સમાજને એક સારા નાગરિક મળે તેવો કિસ્સો બેસાડેલ છે. જો  દરેક મા-બાપ પોતાના બાળકને આવા સંસ્કાર આપે  તો આપણા સમાજની આવતીકાલ ઉજળી થશે અને સમાજને સારા નાગરિક મળશે જેનાથી આપણો સમાજ મજબૂત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application