અભિનેત્રી મહીરાખાને કચરા-પોતા કર્યા, હવે છે 58 કરોડની માલિક
ફિલ્મ ઈંડસ્ટ્રીમાં જરુરી નથી કે, તે એક્ટર બને છે, જેણે એક્ટીંગનો કોર્સ કર્યો છે, કેમ કે એવા તમામ સ્ટાર્સ છે, જે જેમણે અભિનયનો કોઈ અભ્યાસ કર્યો નથી. તેમ છતાં પણ તેમનો અભિનય શાનદાર છે. સિનેમામાં એવા કેટલાય અભિનેતા છે, જે હવે ઈંડસ્ટ્રીમાં લોકપ્રિય મનાય છે. જેઓ અલગ અલગ ફિલ્ડમાંથી આવ્યા છે. અમુક એન્જીનિયર હતા, તો અમુક આર્મી ઓફિસરનો સપનું છોડીને એક્ટીંગમાં કરિયર શરુ કર્યું. આ આર્ટિકલ એવી હીરોઈનો વિશે છે, જે પહેલા વીડિયો જોકી હતી અને સાફ સફાઈ સુધીના કામ પણ કર્યા છે, પણ હવે તે અમીર એક્ટ્રેસ છે.
હકીકતમાં જોઈએ તો, અમે અહીં શાહરુખ ખાન સાથે 285 કરોડના કલેક્શનવાળી ફિલ્મ આપી ચુકેલી રઈસની ફીમેલ એક્ટ્રેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ માહિરા ખાન છે. હાલમાં જ તે બિઝનેસમેન સલીમ કરીમ સાથે લગ્નના બંધને બંધાયા બાદ ચર્ચામાં આવી હતી.
21 ડિસેમ્બર 1984ના રોજ જન્મેલી માહિરા ખાન એક પાકિસ્તાની અભિનેત્રી છે, જે મુખ્યત્વે ઉર્દૂ ફિલ્મો અને ટેલીવિઝનમાં કામ કરે છે. તેણે 2006માં વીજે તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. માહિરા ખાને પોતાની અભિનયની શરુઆત સામાજિક ડ્રામા ફિલ્મ બોલથી કરી હતી અને તેજ વર્ષે તે ડાન્સ સીરીઝ નિયત સાથે ટેલીવિઝન પર પણ દેખાવા લાગી. માહિરાને રોમાન્ટિક ડ્રામા હમસફરમાં ખિરદ હુસૈનની ભૂમિકા ભજવવા બદલ ઓળખવામાં આવે છે.
તેના બોલીવુડ ડેબ્યૂ વિશે વાત કરીએ તો, તેને શાહરુખ ખાન સાથે એક્શન રોમાન્સ રઈસમાં જોવા મળી હતી. આ ફિલ્મે તેને ઈંડસ્ટ્રીમાં પોપ્યુલર બનાવી દીધી અને પછી તે ભારતમાં એક લોકપ્રિય ચહેરો બની ગઈ. પણ તેની શરુઆતી જીવન ખૂબ જ ઉતાર-ચડાવવાળી રહી છે.
અભિનેતાના ફાઉંડેશન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો અને પોતાના ઓ લેવલ પુરુ કર્યું. તે ઉચ્ચ શિક્ષણ માટે કૈલિફોર્નિયા જતી રહી, જ્યાં તેણે 17 વર્ષની ઉંમરમાં સાંતા મોનિકા કોલેજમાં એડમિશન લઈ લીધું. તેણે ગ્રેજ્યુએશનની ડિગ્રી માટે સાઉથ કેલિફોર્નિયા યૂનિવર્સિટીમાં એન્ટ્રી લીધી, પણ ત્યાં તેનો અભ્યાસ પુરો થયો નહીં. હકીકતમાં તે સર્વાઈવ કરવા માટે પૈસાની કમી પડી તો તેણે એક મોલમાં કામ કર્યું. તે શોપિંગ મોલમાં ફર્શ પર પોતા મારવા લાગી અને ટોયલેટ પણ સાફ કરતી હતી.
બાદમાં માહિરા વર્ષ 2008માં પાકિસ્તાન પાછી જતી રહી. એક મેગ્ઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં માહિરા ખાને ખુદ આ વાત જણાવી છે. તે એવું જણાવે છે માગે છે, આ બધી વાતો લોકો સામે એટલે લાવી છે કેમ કે સૌને ખબર પડે કે, સૌને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મારી સફર સરળ નથી રહી. લોસ એંજિલ્સમાં મને ટોયલેટ સાફ કરવા અને ફર્શ પર પોતા મારવાનું કામ કરવું પડ્યું. મારી સફર આસાન નથી. ત્યાર બાદ તે કહે છે કે, તમે લોકો મને હંબલ કહો છો, પણ હું આવી એટલા માટે છું, કારણ કે મેં મારી લાઈફમાં ઘણી મુશ્કેલીઓ વેઠી છે. મેં 1 ડોલરમાં આવતા મીલને પણ મારા ભાઈ સાથે વહેંચીને ખાધું છે.
માહિરા ખાને 1 ઓક્ટોબર 2023ના રોજ પાકિસ્તાનના ભુર્બનમાં પોતાના લાંબા સમયના સાથી અને બિઝનેસમેન કરીમ સાથે લગ્ન કર્યા. સલીમ કરીમ પહેલા, અભિનેત્રીએ 2007માં અલી અસ્કરી સાથે લગ્ન કર્યા હતા, આ સંબંધ 2015 સુધી ચાલ્યો અને તેમને એક દીકરો છે જે 2009માં જન્મ્યો હતો.
હવે માહિરાના જીવનમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે અને વાત તેના એકલાની નેટ વર્થની કરીએ તો, તે 58 કરોડની માલિક છે. તે દરેક ફિલ્મ માટે 3થી 5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. પાકિસ્તાનમાં કોઈ પંજાબી મૂવી દ્વારા 100 કરોડ સુધી પહોંચાડવાનું કામ પણ તેની ફિલ્મે કર્યું, જેમાં માહિરા ખાન મહત્વની ભૂમિકા નિભાવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech