તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે તે હાઇડ્રેશનનો શ્રેષ્ઠ કુદરતી સ્ત્રોત છે. તેમાં લગભગ 92% પાણી હોય છે, જે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ડિહાઇડ્રેશન થતું અટકાવે છે. તેમાં વિટામિન સી, એ અને બી6 હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, ત્વચાને સ્વસ્થ રાખવામાં અને એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે. ઉપરાંત, તેમાં પોટેશિયમની સારી માત્રા હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
તરબૂચમાં પોટેશિયમ અને એમિનો એસિડ જેવા પોષક તત્વો હોય છે, જે મસલ્સ રિકવર કરવામાં અને શરીરને રિહાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. વધુમાં, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, જે હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. એકંદરે, તરબૂચ માત્ર ઉનાળાનું એક સ્વાદિષ્ટ ફળ નથી પણ એક હેલ્ધી સુપરફૂડ પણ છે જે પૂરા શરીર માટે ફાયદાકારક છે.
જાણો નિષ્ણાતનો અભિપ્રાય
તરબૂચમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે શરીરમાં ફ્રી રેડિકલ ઘટાડીને કોષોને થતા નુકસાનથી બચાવે છે. તેમાં રહેલું ફાઇબર પાચનક્રિયામાં સુધારો કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. ઓછી કેલરી અને ચરબી રહિત હોવાથી તે વજન ઘટાડવા માટે પણ એક ઉત્તમ ફળ છે. તરબૂચ ખાવાના ઘણા ફાયદા છે પરંતુ શું જાણો છો કે આ ફળ કયા સમયે ન ખાવું જોઈએ? જાણો આ પ્રશ્નનો જવાબ આયુર્વેદિક નિષ્ણાત પાસેથી.
આયુર્વેદિક નિષ્ણાત જણાવે છે કે ભારે ખોરાક ખાધા પછી તરત જ તરબૂચ ખાવાથી નુકસાન થઈ શકે છે. આનાથી પાચન પ્રક્રિયા ધીમી પડી શકે છે, જેના કારણે પેટ સંબંધિત રોગોનો ભોગ બની શકો છો. તેથી, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ક્યારેય તરબૂચ અને ખોરાક એકસાથે ન ખાવા જોઈએ. સવારે કે સાંજે નાસ્તામાં તરબૂચનું સેવન કરી શકો છો. જોકે, ભોજન સમયે તરબૂચ ખાતા હોવ તો ભોજન સ્કિપ કરી શકો છો.
આ લોકોએ તરબૂચ ન ખાવું જોઈએ
નિષ્ણાત એ વધુમાં જણાવ્યું કે જે લોકોને શરદી કે ગળામાં દુખાવો હોય તેમણે તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ. તેનો ઠંડો નેચર ગળામાં તકલીફ વધારી શકે છે અને સ્વસ્થ થવામાં વધુ સમય લાગી શકે છે. આ ઉપરાંત, જ્યારે પણ હવામાન બદલાતું હોય ત્યારે તરબૂચનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તેમજ તરબૂચ હંમેશા સામાન્ય ટેમ્પરેચર પર હોય ત્યારે ખાવું જોઈએ. તેને ઠંડુ કરીને ખાવાનું ટાળવું જોઈએ. તેમણે કહ્યું કે તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તેને યોગ્ય સમયે અને યોગ્ય રીતે ખાવું મહત્વપૂર્ણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહેમા માલિનીની પુરી જગન્નાથ મંદિર મુલાકાત સામે વિવાદ
March 18, 2025 11:27 AMજામનગરના દરેડ કારખાનામાં થયેલી પાંચ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
March 18, 2025 11:27 AMજામનગરમાં 25 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 34.4 ડીગ્રી
March 18, 2025 11:26 AMશાહરૂખને પાછળ છોડી બીગ બી બન્યા સૌથી વધુ ટેક્સ ભરનારા સેલિબ્રિટી
March 18, 2025 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech