BREAKING NEWS

જામનગર : લાંબા સમયથી આ અન્ડરબ્રિજમાં ભરાતા પાણીનો આખરે કયારે ઉકેલ આવશે

  • November 22, 2025 07:03 PM 

જામનગરમાં એક માત્ર અંડર બ્રીજ છે, ક્યાં છે એ તો મહાપાલિકા જાણતું હશે, પરંતુ અહીં લાંબા સમયથી પાણી ભરાઇ જવાની જે સમસ્યા છે એ કદાચ જામ્યુકો જાણતું નથી  એટલે યાદ અપાવવા માટે આ તસ્વીરો છાપી છે, સમસ્યા જુની છે તસ્વીર નવી છે...


આશા છે કે આ વિસ્તારના નગરસેવકો અને મહાપાલિકા દ્વારા અંડરબ્રીજમાં ભરાતા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા કામગીરી કરશે, જોઇ શકાય છે કે અંડરબ્રીજની અંદર જોતા જાણે વરસાદ પડતો હોય એવું લાગે છે અને આ પાણી બહાર સુધી પણ આવે છે. કોઇને ખબર નથી કે આ પાણી કયાંથી આવી રહ્યું છે, આ ગટરનું પાણી છે કે નળનું પાણી છે, એ પણ કોઇને ખબર નથી એટલે શહેરના એકમાત્ર અંડરબ્રીજની આબરૂ બચાવવા કાંઇક તો કરો...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application