નેશનલ હેરાલ્ડ કેસ ભારતના રાજકીય અને કાયદાકીય ઇતિહાસનો એક વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ મામલો છે. આ કેસ મૂળ નેશનલ હેરાલ્ડ અખબાર અને તેની સંલ કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સંબંધિત નાણાકીય ગેરરીતીઓ સાથે સંકળાયેલો છે. બહત્પ ચર્ચિત આ કેસ છેલ્લ ા બે ત્રણ દિવસથી ફરી ચર્ચામાં આવ્યો છે ત્યારે આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્ર્રીય કોંગ્રેસના પ્રવકતા અનુમા આચાર્યએ રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ ડરે ત્યારે ઈડી અને સીબીઆઈને આગળ કરે છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ની પહેલી ચાર્જશીટમાં સોનિયા–રાહત્પલના નામ સામેલ કરવાના વિરોધમાં કોંગ્રેસ આજે સોમવારથી દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. ૨૧થી ૨૭ એપ્રિલ દરમિયાન ૫૭ શહેરોમાં ૫૭ પ્રેસ કોન્ફરન્સ યોજાશે. આ ઝુંબેશને 'કોંગ્રેસનું સત્ય, ભાજપનું જૂઠાણુ'ં નામ આપવામાં આવ્યું છે. પાર્ટીએ કહ્યું કે આ સમય દરમિયાન ભાજપના જુઠ્ઠાણા સામે લાવવામાં આવશે. રાજકોટમાં અખિલ ભારતીય રાષ્ટ્ર્રીય કોંગ્રેસના પ્રવકતા નિવૃત વિંગ કમાન્ડર અનુમા આચાર્યએ પત્રકાર પરિષદને સંબોધ્યા બાદ આજકાલ દૈનિકના ચીફ એડિટર ચંદ્રેશભાઇ જેઠાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં અનુમા આચાર્યએ જણાવ્યું હતું કે ભાજપ ડરે ત્યારે ઇડી અને સીબીઆઈને આગળ કરે છે નેશનલ હેરાલ્ડનો મામલો લોકો વચ્ચે એવી રીતે રાખવામાં આવે છે જેનાથી લોકોનું ધ્યાન ભટકે. નેશનલ હેરાલ્ડની સ્થાપના ૧૯૩૮માં નહેજીએ ૫૦૦૦ સ્વાતત્રં સેનાનીઓની મદદથી કરવામાં આવી હતી. પોલીસ આઝાદી માટે સાચી વાત આ પેપર દ્રારા રજૂ કરવામાં આવતી હતી જેમાં અંગ્રેજીમાં નેશનલ હેરાલ્ડ હિન્દીમાં નવજીવન અને ઉર્દુમાં કૌમી આવાઝ ના નામથી અખબાર પ્રસિદ્ધ થતું હતું. ૧૯૫૦માં યારે નવી ટેકનોલોજી સાથે ટાઇમ્સ ગ્રુપ અને ઇન્ડિયા ગ્રુપ આવ્યું ત્યારે નેશનલ હેરાલ્ડની વેચાણ ઘટી ગયું અને બધં થવાની કગાર પર પહોંચી ગયું આથી તેને મદદ કરવા માટે યગં ઇન્ડિયા લિમિટેડ કંપનીની સ્થાપના કરવામાં આવી. ઈ. સ. ૨૦૦૨થી ૨૦૧૦ સુધીમાં અખબારને ટકાવી રાખવા માટે ૯૦ કરોડ બોન્ડ સ્વપે આપવામાં આવ્યા હતા.
ભારતના બહત્પચર્ચિત અને મહત્ત્વપૂર્ણ કેસો પૈકીના એક નેશનલ હેરાલ્ડ કેસે (નેશનલ હેરાલ્ડ કેસ) છેલ્લ ા બે–ત્રણ દિવસથી ફરી માથું ઐંચકયું છે. આમ તો એક દાયકા કરતાં જૂના આ કેસમાં કાર્યવાહી ઘણા સમયથી ચાલી રહી છે, પણ અત્યતં ધીમી ગતિએ. વચ્ચે ૨૦૨૨માં એજન્સીઓએ ફરી ગતિ પકડી હતી, પછી ફરી કઈં સંભળાયું નહીં. હવે ફરીથી કેસ ચર્ચામાં છે.
કેસને મહત્ત્વનો અને બહત્પચર્ચિત કહ્યો એની પાછળ કારણ એ છે કે તેમાં દેશના એક એવા પરિવારના સભ્યો સીધી રીતે સંડોવાયેલા છે, જેમણે પ્રત્યક્ષ–અપ્રત્યક્ષ રીતે દાયકાઓ સુધી દેશ પર શાસન કયુ. ગાંધી પરિવારની આ વાત થાય છે અને આરોપીઓ છે સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહત્પલ ગાંધી. બંને કોંગ્રેસ સાંસદો વિદ્ધ તાજેતરમાં જ એજન્સીએ એક ચાર્જશીટ પણ રજૂ કરી છે. મૂળ રીતે ૨૦૧૪માં કેસ નોંધાયા બાદ બંનેને જામીન મળી ગયા હતા. હાલ તેઓ જામીન પર બહાર છે. કેસ તેની રીતે ધીમી–ઝડપી ગતિએ ચાલતો રહે છે. આ કેસમાં ચાર્જશીટ સિવાય બીજો એક તાજો ઘટનાક્રમ એ છે કે ઈડીએ હમણાં જ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની (એજેએલ) રૂા.૭૦૦ કરોડની સંપત્તિ જ કરવાની પ્રક્રિયા શ કરી છે. ત્યારે રાજકોટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અખિલ ભારતીય રાષ્ટ્ર્રીય કોંગ્રેસના પ્રવકતા અનુમાન આચાર્યએ આ તમામ આક્ષેપોને ખોટા ઠરાવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMરાજકોટમાં વહેલી સવારે છવાઈ ગાઢ ધુમ્મસ
April 21, 2025 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech